અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના સૂપડાં સાફ થતા ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીની પેનલે 10 બેઠકો પર જીત મેળવી હતી. રાજુલા યાર્ડની 16માંથી 16 બેઠકો ભાજપે જીતી લેતા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરની પેનલ પરાજય પામી હતી.