બનાસકાંઠાના દિયોદરની મામલતદાર કચેરી અરજદારો માટે એક અઠવાડિયા માટે બંધ કરાઇ છે. કોરોના સંક્રમણ નહી વધે તેને માટે અરજદારો માટે કામગરી બંધ કરાઇ છે. દિયોદરની મામલતદાર કચેરી. પ્રાંત અને જનસેવા કેન્દ્રના કર્મચારીઓમાંથી 6 કર્મચારીઓનો કોરોનો પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ કર્મચારી હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે એન્ય કર્મચારીઓ ઓફિસમાં હાજર રહેશે. ઓફિસમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.