સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તૃણમૂલના ડેરેક ઓ બ્રાયન, આપ્ના સંજય સિંહ અને કોંગ્રેસના રાજીવ સાતવ પણ સામેલ: ઉપસભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો

રાજ્યસભામાં કૃષિ બીલની ચચર્િ વખતે હંગામો મચાવનારા આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને કોંગ્રેસના રાજીવ સાતવ પણ સામેલ છે. આ સિવાય કે.કે. રાગેશ, રિપુન બોરા, સૈયદ નિઝર હુસૈન, એલામારન કરીમ અને ડોલા સેનનો પણ સમાવેશ થાય છે. આ તમામને વર્તમાન સત્ર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમ આ સાંસદોને વિરોધ કરવાની સાજા મળી છે.


સંસદના ચોમાસું સત્ર નો આજે આઠમો દિવસ છે. રાજ્યસભા માં આજે વિપક્ષી સાંસદનો મુદ્દો ઉઠ્યો. સભાપતિએ હોબાળો કરનારા સાંસદો સામે કાર્યવાહી હાથ ધરી છે. હોબાળો કરનારા વિપક્ષી દળોના સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


આ દરમિયાન રાજ્યસભાના ઉપસભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સભાપતિ વૈંકેયા નાયડૂએ ફગાવી દીધો છે.
રાજ્યસભામાં કૃષિ બિલની ચચર્િ વખતે રવિવારે બનેલી ઘટના પર સભાપતિએ કહ્યું કે રાજ્યસભા માટે સૌથી ખરાબ દિવસ હતો. કેટલાક સાંસદોએ પેપર ફેંક્યા. માઇકને તોડી દીધા. રૂલ બુકને ફેંકવામાં આવી. આ ઘટનાથી હું ખૂબ જ દુ:ખી છું. ઉપસભાપતિને ધમકી આપવામાં આવી. તેમની સામે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here