વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ એલાન કર્યું કે કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine) ટ્રાયલના સકારાત્મક પરિણામ આવવાનો મતલબ છે કે દુનિયા ‘મહામારી ખત્મ થવા અંગે કલ્પના કરી શકે છે’. જો કે તેમણે એમ પણ કહ્યું કે ધનિક અને શક્તિશાળી દેશોને કોરોના વાયરસ વેક્સીનની આ ભાગદોડમાં ગરીબ અને નબળા દેશોને કચડી દેવા જોઇએ નહીં.

WHOના ચીફ ટેડ્રોસ અધનોમ ગેબ્રેયસીસ (Tedros Adhanom Ghebreyesus ) એ ચેતવણી આપી કે વાયરસને રોકી શકાય છે પરંતુ હજુ પણ રસ્તો જોખમથી ભરેલો છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ મહામારીએ માનવતાને તેની સૌથી સારી અને ખરાબ વસ્તુ દેખાડી છે. તેમનો ઇશારો ત્યાગ અને બલિદાન, વિજ્ઞાન તથા તકનીકના ક્ષેત્રમાં અપ્રત્યાશિત સફળતા તથા સ્વહિત, એકબીજા પર આરોપ મૂકવા અને મતભેદની તરફ હતો.

‘આપણે ગરીબી, ભૂખમરા અસમાનતાને ઉકેલવી પડશે’

કોરોના વાયરસથી અત્યારે થઇ રહેલા મોતો અને સંક્રમણની તરફ ઇશારો કરતાં ટેડ્રોસ એ કોઇપણ દેશનું નામ લીધા વગર કહ્યું કે આ બધાની વચ્ચે વાયરસ છે અને ફેલાઇ રહ્યો છે. WHOના ચીફે એક વર્ચુઅલ બેઠકમાં ચેતવણી આપી કે રસી અતિસંવેદનશીલતાને ઓછી નહીં કરી દે જે તેના મૂળિયા છે, તેમણે કહ્યું કે જ્યારે મહામારી ખત્મ થઇ જાય છે તો આપણે ગરીબી, ભૂખમરા, અસમાનતા અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાને ઉકેલવા પડશે.

WHO ચીફે કહ્યું કે સુરંગની પેલે પાર પ્રકાશની કિરણ ઝડપથી નીકળી રહ્યા છે પરંતુ કોરોના વાયરસ વેક્સીનને ચોક્કસપણે વૈશ્વિક પ્રજાના હિત માટે સમાન રીત શેર કરવી પડશે નહીં કે એક ખાનગી પ્રોડક્ટ તરીકે. નહીં તો તેનાથી અસમાનતા વધી જશે અને લોકો પાછળ છૂટી જવાનું આ એક કારણ બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here