ડુંગળીની સાથે બટેટાના સતત વધતા ભાવોએ સામાન્ય માણસના રસોડાનું બજેટ બગાડ્યું છે. તહેવારની સિઝન બાદ બટેટાના ભાવમાં ખુબજ વધારો થયો છે. મોટાભાગના શહેરોમાં બટેટા 50 રૂપિયામાં વેચાઇ રહ્યા છે. પરંતુ હવે બટેટાની કિંમતોમાં ટૂંક સમયમાં રાહત મળે તેવી આશા છે. આનું મુખ્ય કારણ પશ્ચિમ બંગાળમાંથી સપ્લાયમાં વધારો છે.
જોકે, હજી પશ્ચિમ બંગાળમાં 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. બિહારના દરભંગા જિલ્લામાં, કિંમત 45 રૂપિયા, ઉત્તર પ્રદેશ, અલાહાબાદમાં 45 રૂપિયા અને દિલ્હી એનસીઆરમાં, બટેટા 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.
પશ્ચિમ બંગાળ સરકારે નોટિસ ફટકારી
27 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલી એક નોટિસમાં, પશ્ચિમ બંગાળ સરકારે 465 કોલ્ડ સ્ટોરેજ માલિકોને 30 મી નવેમ્બર સુધીમાં બાકીનો સ્ટોક નિકાલ કરવા જણાવ્યું હતું, નહીં તો તેમની સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. નોટિસ બાદ કોલ્ડ સ્ટોરેજ માલિકોમાં ભયનો માહોલ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં કોલ્ડ સ્ટોરેજ ગેટ પર બટાટાના ભાવમાં પ્રતિ કિલો રૂ .5 નો ઘટાડો થયો છે અને વધુ ઘટશે.
આશરે 28 રૂપિયા સુધી ઘટવાની સંભાવના છે
પશ્ચિમ બંગાળ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, કોલ્ડ સ્ટોરેજ ગેટ પર બટેટાની વિવિધ જાતોના જથ્થાબંધ દરોમાં છેલ્લા ત્રણ દિવસમાં પ્રતિ કિલો દીઠ રૂ .5 નો ઘટાડો થયો છે. તે ઘટીને આશરે 28 રૂપિયા જેટલી શક્યતા છે.
આ બટેટાના છૂટક ભાવને સ્થાનિક બજારોમાં 40 રૂપિયા પ્રતિ કિલોથી નીચે જવા માટે મદદ કરશે. 7 ડિસેમ્બર સુધીમાં, લગભગ 50 ટકા કોલ્ડ સ્ટોરેજ તેનો સ્ટોક ખાલી કરી શકશે, જ્યારે બાકીનો ડિસેમ્બરના મધ્યમાં ખાલી થઈ જશે. અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં લગભગ 6થી 8 લાખ ટન (10 ટકા) બટેટા હજી કોલ્ડ સ્ટોરેજમાં પડેલા છે અને બટેટા માલિકો સાથે તાલ મિલાવીને સ્ટોક ખાલી કરવામાં તેઓ હજી થોડો વધુ સમય લેશે.
ખેડૂત આંદોલનની અસર
ખેડૂતોના આંદોલનની મોટી અસર બટેટા ઉપર પણ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે બટેટાની આયાત ડ્યુટી પર 10 લાખ ટન પર 10 ટકા નક્કી કર્યો છે. સરકારે આ ક્વોટાને 31 જાન્યુઆરી 2021 સુધી લાગુ કરી દીધો છે. હાલમાં સરેરાશ ભાવ આશરે 32 રૂપિયા છે.
સરકારના આ પગલાને કારણે, આગામી દિવસોમાં બટેટાના ભાવો નિયંત્રણમાં રહેવાની ધારણા છે. તે જ સમયે, જાન્યુઆરીમાં, બટેટાના નવા પાકનું આગમન શરૂ થશે. પંજાબથી બટેટાની આવક શરૂ થઈ ગઈ છે, જોકે, તેનું પ્રમાણ ખૂબ ઓછું છે.