Whatsapp પર સતત નવા અપડેટ્સ આવી રહ્યા છે. કંપનીએ તાજેતરમાં ઘણા ફીચર્સ અપડેટ કર્યા છે જે તદ્દન મજેદાર અને રસપ્રદ છે. આ ફીચર્સ જે 2020 માં આવ્યા છે તે તમારા ચેટિંગના અનુભવથી લઈને કૉલિંગ સુધી બધુ જ સ્મૂધ અને ઇન્ટ્રેસ્ટિંગ બનાવે છે. તો ચાલો તમને જણાવીએ કે તે કયા ફીચર્સ છે જેનો યુઝ તમારે જરૂર કરવો જોઇએ.
WhatsApp કાર્ડ મોડ

WhatsApp એ 2020ની શરૂઆતમાં આ ફીચરને એડ કર્યુ હતુ. આ ફીચર તમારા ચેટિંગ એક્સપીરિયંસને ખૂબ જ ઇન્ટ્રેસ્ટિંગ બનાવે છે અને તમારા ફોનની બેટરી પણ બચે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે સેટિંગ્સ સેક્શનમાં જઇને Chats પર ટેપ કરવાનું છે. તે બાદ તેમાં ડિસ્પ્લેમાં Theme પર ટેપ કર્યા બાદ તમને ત્રણ ઓપ્શન્સ Light, Dark અને System Default મળશે જેમાં તમે ડાર્ક પર સિલેક્ટ કરી તેનો ઉપયોગ કરી શકો છો.
Whatsapp payment

આ ફીચરનો ઉપયોગ યુઝર્સ ઘણા દિવસોથી કરી રહ્યાં હતાં જેને કંપનીએ તાજેતરમાં જ રોલઆઉટ કર્યુ છે. આ યુપીઆઇ સાથે કામ કરશે એટલે કે તમારે બસ આ એપમાં જઇને તમારો એકાઉન્ટ નંબર લિંક કરવાનો છે અને તમે ક્યાંય પણ આ પેમેન્ટ એપના માધ્યમથી પે કરી શકશો. આ અન્ય પેમેન્ટ એપની જેમ જ કામ કરે છે. કંપનીએ તેને એન્ડ્રોયડ અને આઇઓએસ બંને માટે રોલઆઉટ કર્યુ છે.
WhatsApp Disappearing messages

આ ફીચરને કંપનીએ તાજેતરમાં જ રોલઆઉટ કર્યુ છે. Disappearing messages ફીચરને ઇનેબલ કર્યા બાદ યુઝર્સ આવા મેસેજ મોકલી શકે છે જે પછીથી ગાયબ થઇ જશે. આ ફીચરને એક વાર ઇનૂલ કર્યા બાદ ઇંડિવિઝુઅલ અથવા ગ્રુપ ચેટમાં મોકલવામાં આવેલા મેસેજ સાત દિવસ બાદ ઓટોમેટિક ડીલીટ થઇ જશે. આ ફીચરને ઑન કરવા માટે સૌપ્રથમ તમારી Whatsapp ચેટ ખોલો અને કોન્ટેક્ટ નેમ પર ક્લિક કરો અને જો તમને Disappearing Messages દેખાય તો તેના પર ટેપ કરો અને On સિલેક્ટ કરો. તે બાદ તમે આ ફીચરને યુઝ કરી શકો છો.
WhatsApp Storage Management Tool

આ સ્ટોરેજ મેનેજ ટૂલ દ્વારા Whatsapp યુઝર્સ પોતાના ફોન પર સ્ટોરેજને મેનેજ કરી શકે છે. તેના દ્વારા યુઝર્સ સ્ટોરેજ કન્ટેન્ટને સરળતાથી ઓળખી શકે છે અને બલ્કમાં ડીલીટ પણ કરી શકે છે. આ ટૂલ આવી બેકાર ફાઇલોને શોધવા અને ડીલીટ કરવાને પણ સરળ બનાવે છે, જેને વૉટ્સએપ પર અનેક વાર ફોરવર્ડ અથવા શેર કરવામાં આવી છે. તમારી ડિવાઇસ પર આ ટૂલ રોલઆઉટ થયા બાદ તમે Whatsapp માં સ્ટોરેજ > સ્ટોરેજ એન્ડ ડેટા> મેનેજ સ્ટોરેજમાં જઇને રીડિઝાઇન કરવામાં આવેલા સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલને યુઝ કરી શકો છો.
WhatsApp ગ્રુપ Voice/Video કૉલ લિમિટ

કોરોના વાયરસ મહામારી દરમિયાન Whatsappનું આ ફીચર લોકો માટે ખૂબ જ લાભકારક રહ્યુ. જ્યાં પહેલા લોકો માત્ર ચાર લોકોને એક સાથે વૉયસ અથવા વીડિયો કૉલમાં એડ કરી શકતા હતાં ત્યાં હવે કંપનીએ તેની સીમા વધારીને 8 સુધી કરી દીધી છે જે ખૂબ જ કામની છે.