રાજસ્થાનમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પહેલા જ ફરી એક રાજકીય માહોલ ગરમાતો હોય તેવું લાગી રહ્યુ છે.કોંગ્રેસ નેતા અને રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં ફરી એક વાર સરકાર પાડવાનો ખેલ રચાઈ રહ્યો છે. અશોક ગેહલોતે કોંગ્રેસી કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યુ હતું કે, રાજસ્થાનમાં સરકાર પાડવાનો ખેલ ફરી વખત શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પણ સરકાર પાડવાની ચર્ચાઓ ચાલી રહી છે.

ગેહલોતે કહ્યુ હતુ કે, ભાજપ તરફથી થઈ રહેલા પ્રયાસોના સાક્ષી ખુદ અજય માકન છે. તેમણે કહ્યુ હતું કે, રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસ નેતા અજય માકન આ કાર્યક્રમમાં જોડાયેલા હતા. આ ઘટના દરમિયાન અજય માકને 34 દિવસ સુધી હોટલમાં અમારી સાથે રહ્યા હતા.

અશોક ગેહલોતે દેશના ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે, અમારા ધારાસભ્યોને ચા-બિસ્કીટ ખવડાવી રહ્યા છે અને જણાવી રહ્યા હતા કે, પાંચ સરકાર પાડી દીધી છે, છઠ્ઠી પાડવાની છે. છઠ્ઠી પણ પાડવા જઈ રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાન તેમનું મનોબળ વધારવા માટે જજો સાથે વાતચીત કરવાની વાત પણ કરી રહ્યા હા. ગેહલોતે આરોપ લગાવ્યો છે કે, અમિત શાહે અમારા ધારાસભ્યો સાથે એક કલાક સુધી વાતચીત કરી હતી. તથા પાંચ સરકાર પાડી દીધા બાદ હવે છઠ્ઠી સરકાર પાડવાનો ખેલ રચી રહ્યા છે.

ગેહલોતે જણાવ્યુ હતું કે, આ ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા અજય માકન, રણદીપ સુરજેવાલા, અવિનાશ પાંડે અહીં આવીને બેસી ગયા, તેમણે નેતાઓને બરતરફ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે જઈને અમારી સરકાર બચી છે. સમગ્ર રાજસ્થાનની જનતા ઈચ્છે છે કે, સરકાર પડવી ન જોઈએ. પ્રદેશા લોકો કોંગ્રેસના ધારાસભ્યોને ફોન કરીને જણાવી રહ્યા છે કે, કંઈ પણ થાય સરકાર પડવી ન જોઈએ. ભલે બે મહિના લાગે પણ સરકાર પડવા દેતા નહીં.

એક એવી પણ વાત ચાલી રહી છે કે, અશોક ગેહલોતે ભાજપના બહાને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ પર નિશાન તાક્યુ હતું. માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ રાજસ્થાનમાં મંત્રીમંડળનો વિસ્તાર થવાનો છે, ત્યારે આવા સમયે નામ લીધા વગર સચિન પાયલોટ પર આ પ્રકારનો પ્રહારો રાજકીય નેતાઓમાં ચિંતા વધારી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here