કોરોનાવાયરસે ભલે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી નાખ્યું હોય. પરંતુ આગામી નાણાકીય વર્ષ (2021-22) ના અંત સુધીમાં, દેશ ફરીથી આર્થિક વૃદ્ધિની હરણફાળ ભરશે, સરકારની થિંક ટેન્ક નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારનાં કહેવા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં કુલ સ્થાનિક ઉત્પાદ (GDP) માં 8 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પણ ચાલું નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાના અનુમાનને 9.5 ટકાથી ઘટાડી 7.5 ટકા કરી દીધું છે. નિતી આયોગનાં ઉપાધ્યક્ષે વર્ષ 2022 માટે ગ્રોથનાં અનુમાન અંગે પુછવામાં આવતા નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યુ, ‘આપણે ચોક્કસપણે આગામી નાણાકીય વર્ષ (2021-22)ના અંત સુધી Covid 19 મહામારીના પહેલાના સ્તર પર પહોંચી જશું.’
જીડીપી 8 ટકાથી ઓછો રહે તેવું અનુમાન

તેમણે કહ્યું કે જીડીપીમાં ઘટાડો ચાલું નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ) માં 8 ટકાથી ઓછો રહે તેવું અનુમાન છે. ભારતીય અર્થવ્યવસ્થામાં ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા સુધારો નોંધવામાં આવ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બરનાં ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં ઘટાડો 7.5 ટકા પર આવી ગયો છે. આગળ વધુ સારી ગ્રાહક માંગથી અર્થવ્યવસ્થાની સ્થિતિમાં હજી વધુ સુધારો થવાની આશા છે.
સરકારનું લક્ષ્ય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 2.10 લાખ કરોડ એકત્ર કરવા છે. તેમાંથી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ (CPSE)માં હિસ્સાનાં વેચાણથી અને નાણાકીય સંસ્થાઓમાં સરકારી હિસ્સોના વેચાણથી રૂપિયા 90,000 કરોડ એકત્રિત કરવામાં આવશે.
બેન્કિંગ ક્ષેત્રનો થશે વિસ્તાર

બેન્કિંગ ક્ષેત્રમાં થયેલા સુધારા અંગે પૂછવામાં આવતા કુમારે કહ્યું કે આ ક્ષેત્રને વધુ વિસ્તૃત કરવાની તેમજ સ્પર્ધામાં વધારો કરવાની જરૂર છે કારણ કે દેશનાં ખાનગી દેવાથી કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) રેશિયો તદ્દન ઓછો છે. અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓના કિસ્સામાં, તે 100 ટકાથી વધુ છે.
કુમારે કહ્યું કે આવી સ્થિતિમાં આપણે ખાનગી દેવું વધારવાની જરૂર છે, આવ્યું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણું બેંકિંગ ક્ષેત્ર વિસ્તરશે. દેશના કૃષિ ક્ષેત્ર અંગે કુમારે કહ્યું કે નિતી આયોગ કેમિકલ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમાં કૃષિ ઉત્પાદન ખર્ચમાં ભારે ઘટાડો કરવાની સંભાવના છે. ઉપરાંત, તે પર્યાવરણ પર પણ ખૂબ હકારાત્મક અસર કરશે.