અમદાવાદમાં નવા કેસો અને મૃત્યુઆંક દિવાળી બાદ વધતાં લોકોમાં ફરી પેદા થયેલો કોરોનાનો ડર, રાત્રી કરફ્યુથી નવા પશ્ચિમમાં યુવકોના એકઠાં થતાં ટોળાં બંધ થવા, માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ સહીત કોરોનાની ગાઇડલાઇન્સનો શરૂ કરાયેલો કડક અમલ વગેરેના કારણે નવા કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને આજે વધુ ૨૯૧ કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન કુલ ૧૦ વ્યક્તિના મૃત્યુ થયા હતા.

અમદાવાદમાં કોરોનાના લેટેસ્ટ આંકડા

ઉપરાંત સારવાર દરમ્યાન ૧૦ દર્દીઓના કરૃણ મૃત્યુ થયા છે. જ્યારે સાજા થઇ ગયેલાં ૨૯૧ લોકોને ડિસ્ચાર્ડ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો ૫૩,૪૩૭ને આંબી ગયો છે. જેમાંથી ૨૦૬૬ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે સાજા થયેલા ૪૩,૭૦૨ લોકો ડિસ્ચાર્જ થયા છે.

અમદાવાદ

બીજી તરફ એકટિવ કેસો ઘટીને ૨,૫૮૭ થઇ ગયા છે. જેમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના ૧,૩૦૩ અને પૂર્વપટ્ટાના ૪ ઝોન મધ્ય ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનના ૧,૨૮૪ સારવાર લેતા દર્દીઓનો સમાવેશ થવા જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here