વિશ્વમાં જેની નોંધ લેવાઈ હતી તેવા ઉંઝા (Unjha)માં લક્ષચંડી મહાયજ્ઞ (Lakshchandi Mahayagna)ના પ્રથમ વાર્ષિક દિને મંદિર ટ્રસ્ટ દ્વારા તેની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ વાર્ષિક દિને 22 મીએ ઉમિયા માતાજી સંસ્થાન (Umiya Mataji Institute) દ્વારા એક દિવસની પ્રતિકાત્મક ઊજવણી (Symbolic celebration) કરવામાં આવશે. જેના ભાગરૂપે ઉંઝામાં નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ તેમજ મા ઉમાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવહે સાથે મંદિર રોશનીથી ઝગમગી ઉઠશે અને દિવડાઓ પ્રજ્વલિત કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 18થી 22 ડિસેમ્બરના રોજ ઉંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેની એક વર્ષ પુરું થવામાં છે. મા ઉમાના આ મહાયજ્ઞમાં અંદાજીત 60 લાખ કરતા વધુ લોકો પધાર્યા હતા. જેને લઈને આ વર્ષ 22 ડિસેમ્બરના રોજ ભવ્ય ધાર્મિક કાર્યકમનું આયોજન કરાયું છે. બીજી બાજુ કોરોના મહામારી ચાલતી હોવાના કારણે વધુ લોકો ભેગા ન થાય તેના માટે સરકારી ગાઈડલાઇન પ્રમાણે આ કાર્યકમ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના મહામારી સંજોગોને લઇ સરકારની ગાઈડ લાઇન મુજબ લક્ષચંડી મહાયજ્ઞ પ્રથમ વાર્ષિક દિવસે એક દિવસિય પ્રતિકાત્મક દિવસે 22 મીનો સંપૂર્ણ કાર્યક્રમ નિજ મંદિર પરિસરમાં જ રખાયો છે, મંદિરને 18 થી 22 તારીખ સુધી રંગોળી અને રોશનીથી શણગારવામાં આવશે.

જાણો શું હશે સમગ્ર કાર્યક્રમ?

22મી તારીખે સવારે 9 વાગે લક્ષચંડી મહાયજ્ઞ, 51 શક્તિપીઠ સ્થળેથી ધ્વજાયાત્રા ઢોલ નગારા અને બેન્ડબાજા સાથે નીકળી ઉમિયા માતાજી મંદિર આવી 5 પ્રદક્ષિણા કર્યા બાદ શિખરે આરોહણ કરાશે. માગશર સુદ 8 આઠમ સંવત 2033ના અઢારમી શતાબ્દીની યાદગીરી રૂપે માતાજી ને 56 ભોગ અન્નકૂટ ભરાય છે, જે 11.15 વાગે અન્નકૂટ ભરાશે. ભક્તો 11.30 કલાકે દર્શન કરી શકશે. નિજ મંદિર પરિસરમાં એક કુંડી નવચંડી યજ્ઞ, લક્ષચંડી મહાયજ્ઞને પ્રતીકાત્મક યજ્ઞનું પણ આયોજન છે, જે મંદિર સંસ્થાન ભૂદેવોના આચાર્ય પદે યોજાશે, જેમાં કેટલા યજમાન બેસશે એ નિર્ણય અનિર્ણનિત છે.

યજ્ઞની પૂર્ણાહુતી સાંજે 4.30 કલાકે થશે. રાત્રે મંદિર પરિસર માં 11011 દીવડાઓ પ્રજ્વલિત કરાશે. આ ધાર્મિક ઉત્સવને સોશિયલ મીડિયા દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનો પ્રચાર પ્રસાર કરાશે, માઇભક્તોએ દિવસે પોતાના ઘરે આસોપાલવના તોરણ બાંધે અને લાપસી જમે તેમજ ઘરે જ માતાજીના ફોટાની આરતી કરે તે માટે સૂચન કરવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here