અમેરિકામાં કોરોના મહામારી સતત વકરી રહી છે. અમેરિકામાં સતત ચોથા દિવસે કોરોનાના બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1.49 કરોડને વટાવી ગઈ છે. અમેરિકામાં શનિવારે એક જ દિવસમાં કોરોનાના 2,13,877 નવા કેસ નોંધાયા હતા. બીજી બાજુ બ્રિટને તેના અત્યાર સુધીના સૌથી મોટા ઐતિહાસિક રસીકરણની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બ્રિટનમાં 94 વર્ષીય રાણી એલિઝાબેથ પણ કોરોનાની રસી મુકાવશે. અમેરિકામાં કોરોના કેસોમાં વિક્રમી સંખ્યામાં વધારો થવાના પગલે સાઉધર્ન કેલિફોર્નિયા અને સાન જોઆકીન વેલીમાં લોકોને ઘરમાં જ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. અમેરિકામાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના બે લાખથી વધુ નવા કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. અગાઉ અમેરિકામાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 2,28,419 કેસ નોંધાયા હતા.

અમેરિકામાં એક સપ્તાહમાં 16 ટકા કેસ વધ્યા
અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના સરેરાશ 1,91,300થી વધુ કેસ નોંધાયા છે, જે અગાઉના સપ્તાહ કરતાં 16 ટકાનો વધારો દર્શાવે છે. અમેરિકામાં શનિવારે કોરોનાથી વધુ 2,301 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે સતત પાંચમા દિવસે 2,000થી વધુ લોકોનાં મોત થયા છે. અમેરિકામાં ગુરૂવારે એક દિવસમાં વિક્રમી 2,867 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
દરમિયાન બ્રિટનમાં 50 નેશનલ હેલૃથ સર્વિસે ઈતિહાસના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. બ્રિટિશ સરકાર દ્વારા ઈમર્જન્સી વપરાશની મંજૂરી આપવામાં આવેલી ફાઈઝર-બાયોએનટેકની રસીનો પહેલો ડોઝ પડોશી દેશ બેલ્જિયમમાંથી આ સપ્તાહને અંતે બ્રિટનમાં સલામત સૃથળે પહોંચી ગયો છે.
બ્રિટનમાં આ લોકોને અપાશે કોરોનાની રસી

બ્રિટનમાં મંગળવારથી શરૂ થતા રસીકરણના પહેલાં તબક્કામાં ફ્રન્ટલાઈન હેલ્ધકેર સ્ટાફ, 80 વર્ષથી વધુ વયનાં લોકો અને કેર હોમ વર્કર્સને રસી અપાશે. રસીકરણના પહેલાં તબક્કામાં 94 વર્ષીય રાણી એલિઝાબેથ પણ કોરોનાની રસી મુકાવશે.
બ્રિટનની મેડિસિન એન્ડ હેલૃથકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ દાવો કર્યો છે કે ફાઈઝર-બાયોએનટેકની રસી કોરોના સામે 95 ટકા સુધી સંરક્ષણ પૂરૂં પાડશે. બ્રિટને કોરોનાની રસીને મંજૂરી આપ્યા પછી વિશ્વભરમાં કોરોનાની રસીની જાણે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. બ્રિટન પછી તુરંત રશિયાએ પણ વ્યાપક સ્તરે તેના રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી છે.
હવે ચીનમાં પણ પ્રાંતીય સરકારોએ સૃથાનિક સ્તરે વિકસાવાયેલી કોરોના રસીના ઓર્ડર આપી દીધા છે. જોકે, આ રસી કેવી રીતે કામ કરશે, કેવી રીતે દેશના 1.4 અબજ લોકો સુધી પહોંચશે તે અંગે સ્વાસ્થ્ય અિધકારીઓ કશું કહી શકે તેમ નથી. ચીનના સૃથાનિક રસી ઉત્પાદકોએ અંતિમ તબક્કાના ટેસ્ટિંગની ઝડપ વધારી દીધી છે. ચીનની રસીના એક ડઝનથી વધુ દેશોમાં પરીક્ષણો ચાલી રહ્યા છે.