દેશમાં ખેડૂત આંદોલન કરી રહેલા ખેડૂતોને મળવા સિંધુ બોર્ડર પર દિલ્હી સીએમ કેજરીવાલ પોતે ગયા છે. હાલ તેઓ ખેડતો સાથે વાતચીત કરી રહ્યા છે. કેજરીવાલ અહીં ખેડૂતોના આંદોલનમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનો અંદાજો લગાવી રહ્યા છે. ખેડૂત આંદોલનની તમામ વ્યવસ્થાને ધ્યાને લઈ રહ્યા છે. ખેડૂતોને સ્વમાનપૂર્વકના આંદોલનમાં કોઈ અડચણ ના પડે તેની માહિતી મેળવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ પણ હાજર છે.

ખેડૂતોના મુદ્દા અને સંઘર્ષ યોગ્ય

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ખેડૂતોની તમામ માગનું સમર્થન કરી ેછીએ. ખેડૂતોનો મુદ્દો અને સંઘર્ષ યોગ્ય છે. દિલ્હી સરકાર અને અમારી પાર્ટી ખેડૂતોના સંઘર્ષમાં સાથે છે. જ્યારે ખેડૂત બોર્ડર પર આવ્યા હતા તો કેન્દ્ર અને દિલ્હી પોલિસે અમારી પાસે દિલ્હીના 9 સ્ટેડિયમ જેલ બનાવવા માટે પરમિશન માંગી હતી.

અમારા ઉપર દબાણ છતાં કોઈ પરમિશન ન આપી

દિલ્હી સીએમ બોલ્યા કે અમારા ઉપર દબાણ બનાવી રાખવામાં આવ્યું પરંતુ અમે કોઈ પરમિશન આપી નથી. અમારી સરકાર અનેપાર્ટી સતત સેવાદારની જેમ ખેડૂતોની સેવા કરવામાં લાગી છે. હું સેવાદારની રીતે અહીં આવ્યો છું અને ખેડૂતોને સમર્થન કરું છુ.ં ખેડૂતો મહેનત કરીને અનાજ ઉગાડે છે તો અમારી ફરજ છે. કેજરીવાલની સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને અન્ય પ્રધાનો પણ હતા. કેજરીવાલે ખેડૂતોની માંગણીને સમર્થન આપ્યુ હતુ. તેમણે દિલ્હીની સરકાર ખેડૂતોની સાથે હોવાનુ જણાવ્યુ હતુ. મહત્વનુ છે કે આવતીકાલે ભારત બંધનુ એલાન અને બીજી તરફ બાર દિવસથી ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતોની સ્થિતી અને તંત્રની તૈયારીના નિરીક્ષણ માટે કેજરીવાલ સિંધુ બોર્ડર પહોંચ્યા હતા. કેજરીવાલે ખેડૂતો માટે કરાયેલી વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here