અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતા 19 કલસ્ટર અને 55 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનજાહેર કરવામાં આવ્યા છે. જેમાં 10,541 લોકો વસવાટ કરી રહ્યા છે. જિલ્લામાં 3,600થી પણ વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાઇ ચૂક્યા છે.જે ચિંતાનો વિષય બન્યું છે. કોરોના સંક્રમણ રોકવા માટે જ્યાં કેસ વધુ છે તેવા વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સીલ કરાઇ રહ્યા છે. જેમાં બાવળામાં સાઇરથ એપાર્ટમેન્ટ, શ્રીનંદપાર્ક, માધવ કોમ્પ્લેક્ષ, દુર્ગાનગર, શુભમ સોસાયટી, મોટિયા વાસ, કાલીદાસ ધામનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતા 19 કલસ્ટર અને 55 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનજાહેર કરવામાં આવ્યા
દસક્રોઇમાં અસલાલીમાં સ્વામિનારાયણ સોસાયટી, બારેજમાં મંગલપાર્ક, અનમોલ બંગલોઝ, કાસિન્દ્રામાં મકવાણા વાસા, ખોડિયારમાં અદાણી મેડોવ્સ, જેશ્મીન ગ્રીન્સ, કુબડથલ ગામે મોટી ખડકી, સિંગરવા ગામે ગાયત્રી નગર, શ્રીધામ દિવ્ય જ્યોતને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. દેત્રોજમાં રામપુર, ધંધૂકામાં કિષ્ણા સોસાયટી, વલ્લભાચાર્ચ-1, વૈષ્ણવ સોસાયટી, ધોળકા તાલુકામાં મારૂતિ નગર, ગુંદરા ચોક, ખારાકુવા, ક્રિષ્ણા સોસાયટી, કલીકુંડ, અમરકુંજ, શૈઋજ્ય સોસાયટી, શરણ્મ સોસાયટી, અમીકુંજ સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

દસક્રોઇમાં અસલાલીમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનજાહેર કરવામાં આવ્યા
સાણંદ તાલુકામાં મણિપુરમા ંસ્વસ્તિક સોસાયટી, મણિપુર ગ્રીન્સ, સાણંદમાં રાધે સ્કાય લાઇન, આશા સોસાયટી, બ્રહ્માણી સોસાયટી, વૃંદાવન સોસાયટી, લાભ-શુભ સોસાયટી, હરિઓમ સોસાયટી, ગાયત્રી નગર સોસાયટી, શાંતિપુરામાં ગ્રીન કન્ટ્રી, શેલામાં આયુષ સ્કાય, મહેર હોમ્સ, આકાશ રેસિડેન્સી, અમરકુંજ ગોકુલધામ, શિવાલિક પાર્ક વ્યું, સમત્વ બંગલોઝ, સાકાર કંન્ટ્રી, ઉલારિયામાં કે.પી.વિલા, ભોજવામાં પટેલ વાસ, ચંદ્રનગરમાં પટેલ વાસને પણ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયા છે. જ્યારે ગોરિયામાં પટેલ વાસ, મણિપુરમાં પટેલ વાસ, વિરમગામમાં વૃંદાવન સોસાયટી, ગુરૂકૃપા સોસાયટી અને મારૂતિ ટેર્નામેન્ટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
અમદાવાદના નવા બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મૂકાયા
શહેરમાં મ્યુનિ.તંત્ર દ્વારા રવિવારે વધુ 19 સ્થળમાંથી કોરોના સંક્રમણ ઘટતા માઈક્રોકન્ટેઈન્મેન્ટ દુર કર્યુ છે.ઉપરાંત નવા બે સ્થળ કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી માઈક્રોકન્ટેઈન્મેન્ટ કરવામાં આવતા અમદાવાદમાં કુલ માઈક્રોકન્ટેઈન્મેન્ટની સંખ્યા હવે ઘટીને 265 રહેવા પામી છે. રવિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાસણા વોર્ડમાં આવેલી કુલીન સોસાયટીના 25 મકાનમાં રહેતા 90 રહીશો અને ચાંદલોડિયા વોર્ડના ઉમાશરણમ ફલેટમાં વધુ 36 મકાનમાં રહેતા 150 લોકોને કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવા નિર્ણય કર્યો છે.