ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો કુલ આંક હવે ૨ લાખને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૮૫ સાથે અત્યારસુધી કુલ ૨,૦૦,૦૧૨ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. કોરોનાથી ૨ લાખથી વધુ દર્દીઓ સાજા થયા હોય તેવું ગુજરાત દેશનું ૧૬મું રાજ્ય છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંક ભલે ૨ લાખને પાર થયો હોય પરંતુ રીક્વરી રેટમાં સમગ્ર દેશમાં તેનો ક્રમ ૨૭મો છે.

ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંક ભલે ૨ લાખને પા

ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૧.૪૨% છે. દેશમાં કોરોનાથી સૌથી ઓછો સાજા થવાનો દર ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો નવમો ક્રમ છે. મોટા રાજ્યોમાંથી આંધ્ર પ્રદેશ સૌથી વધુ ૯૮.૫૦%નો રીક્વરી રેટ ધરાવે છે.

મોટા રાજ્યોમાંથી આંધ્ર પ્રદેશ સૌથી વધુ ૯૮.૫૦%નો રીક્વરી રેટ

ગુજરાતમાં કોરોનાના પ્રથમ ૧ લાખ દર્દી ૧૫૮ દિવસમાં જ્યારે આ પછીના ૧ લાખ દર્દી ૯૪ દિવસમાં સાજા થયા છે. ગુજરાતમાંથી તાપીમાં સૌથી વધુ ૯૭.૫૦%, વલસાડમાં ૯૭.૧૦%, બનાસકાંઠામાં ૯૭% રીક્વરી રેશિયો છે. ૮૨.૭૦% સાથે અરવલ્લી સૌથી ઓછો રીક્વરી રેશિયો ધરાવે છે. અમદાવાદમાં ૫૨૦૩૦ કેસ સામે ૪૬૮૦૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૦% છે.

અમદાવાદમાં ૫૨૦૩૦ કેસ સામે ૪૬૮૦૫ દર્દીઓ સાજા

સુરત ૯૪.૧૦%, વડોદરા ૯૦.૪૦% જ્યારે રાજકોટ ૮૯.૯૦%નો રીક્વરી રેટ ધરાવે છે. ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ ૯૦૩૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે અને તેમાંથી ૮૫૦૧ દર્દીઓ સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here