રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ લાંચ લેતા પોલીસકર્મીઓ વિરૃધ્ધ આકરૃ વલણ અપનાવ્યું છે. તેમણે રાજ્યના વિવિધ ઠેકાણે ફરજ બજાવતા અને લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયેલા ૧૦ પોલીસ કર્મચારીઓની દુરના સ્થળે બદલી કરી નાંખી છે. જેમાં અમદાવાદ, આણંદ, ખેડા સહિતના પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

અમદાવાદ, આણંદ, ખેડા સહિતના પોલીસ સ્ટેશનોનો સમાવેશ

ક્રમપોલીસકર્મીનું નામલાંચની રકમફરજનું સ્થળબદલીનું સ્થળ
     
પ્રભુદાસ એન.ડામોર  ડાંગ
ક્રિશ્ના એ.બારોટ ગાયકવાડ હવેલી પોરબંદર
દિલીપચંદ્ર જી.બારોટરૃ.૧૦૦પો.સ્ટે.(અમદાવાદ)પશ્ચિમ કચ્છ-ભુજ
સુભાષ આર.શર્મારૃ.૫૦૦આણંદભાવનગર
નારણ ડી.ભરવાડરૃ.૧૦,૦૦૦ખેડાપોરબંદર
આલાભાઈ જેઠાભાઈરૃ.૧૦,૦૦૦ખેડાપશ્ચિમ કચ્છ-ભુજ
હીરાભાઈ પરમાભાઈરૃ.૨,૫૦૦બાકોર પો.સ્ટે.(મહિસાગર)પોરબંદર
પ્રવિણ જે.ચંદ્રાલારૃ.૪૦,૦૦૦હળવદ પો.સ્ટે.(મોરબી)છોટા ઉદેપુર
કિરીટસિંહ એન.ઝાલારૃ.૫૦,૦૦૦વાંકાનેર પો.સ્ટે.(મોરબી)તાપી(વ્યારા)
૧૦રવિન્દ્ર સી.ચૌહાણરૃ.૬૦,૦૦૦બગવદર પો.સ્ટે.(પોરબંદર)તાપી(વ્યારા)
     

રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા લાંચિયા પોલીસ કર્મચારીઓ વિરૃધ્ધ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ લાલ આંખ કરી છે. તેમણે રાજયના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અને લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયેલા ૧૦ પોલીસ કર્મચારીઓની સાગમટે દુરના સ્થલે બદલી કરી નાંખી છે.

રાજ્ય પોલીસ વડાએ આ તમામ પોલીસ કર્મચારીઓને સંબંધિત સ્થલે હાજર થયા બાદ તાત્કાલિક ધોરણે ફરજ મોકુફી હેઠલ મુકવાના આદેશો પણ કર્યા છે. આમ ભાટીયા દ્વારા પોલીસ વિભાગમાં વ્યાપેલી ભ્રષ્ટાચારની બદીને નાથવા ત્વકીત અને શકત પગલા લેવાનું શરૃ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here