બોલિવૂડના એકટર ફરદીન ખાન છેલ્લા ઘણા સમયથી ખાસ પ્રકાશમાં નથી તે સમાચારોથી દૂર થઈ ગયો હતો. ફરદીને 1998માં પણ કરિયર શરૂ કરી દીધી હતી પરંતુ વચ્ચે તે અચાનક જ ખોવાઈ ગયો હતો. હવે ફરી એક વાર ફરદીન ખાન સમાચારોમાં આવી રહ્યો છે. વધતા વજનને કારણે તે ટ્રોલ થઈ ગયો હતો પણ તેણે પોતાની ફિટનેસ પર ખૂબ કામ કર્યું છે. તેણે ફરીથી તેનું વજન ઘટાડી દીધું છે અને તેને જોઈને સૌ દંગ રહી જાય છે.

ફરદીન

તાજેતરમાં જ ફરદીનના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં તે ખૂબ ખુશ દેખાય છે અને તેનું વજન ઘડી જતાં તે ડેશિંગ લાગી રહ્યો છે.હવે એવા સમાચાર આવ્યા છે કે વજન ઘટતા તેનું નસીબ પણ પલટાયું છે. ઘણા સમય બાદ તેને ફિલ્મની ઓફર મળી છે. તે હવે દિલ બેચારા ફેઇમ મુકેશ છાબરા સાથે એક ફિલ્મ કરશે.ખુદ મુકેશ છાબરાએ જ આ અંગે સંકેત આપ્યા હતા મુકેશે જણાવ્યું હતું કે અમે શક્યતાઓ ચકાસી રહ્યા છીએ. તે પુનરાગમન કરી શકે છે. તે ડેશિંગ લાગી રહ્યો છે.

મુકેશ આટલુ કહે છે તે જ પુરવાર કરી આપે છે કે ફરદીન ફરીથી ફેન્સના દિલમાં સ્થાન હાંસલ કરવા માગે છે. અત્યાર સુધી માત્ર વિવાદોમાં જ ફસાયેલો રહેલો ફરદીન હવે તેની ઇમેજ સુધારવા માગે છે. 2001માં ફરદીન ડ્રગ્સના કેસમાં ફસાયો હતો. તે કોકેઇન ખરીદતા પકડાઈ ગયો હતો. તેની સામે કાર્યવાહી થઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here