સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી મુક્ત થાય તે માટે પૂજા-પાઠથી માંડીને વૈજ્ઞાનિક સંશોધન ચાલી રહ્યા છે.. ત્યારે અમદાવાદના માંડલ ગામના જાણીતા ખંભલાવ માતાના મંદિરે 36 દિવસનું મહાલક્ષ્મીમાંનું અનુષ્ઠાન શરૂ થયુ છે.ગત ચાર ડિસેમ્બરથી શરૂ થયેલા અનુષ્ઠામાં દરરોજ 21 વિદ્વાન ભૂદેવો શ્રીસૂક્તના પાઠ કરે છે.ભૂદેવો સવારે સાતથી સાંજ આઠ વાગ્યા સુધી 251 શ્રીસૂક્તના પાઠનું સમૂહમાં પઠન કરે છે..જેથી સમગ્ર વાતાવરણ ઉર્જામય બને છે.

સમગ્ર વાતાવરણ ઉર્જામય બને

વિશ્વભરમાં વસેલા સાત હજારથી વધુ પરિવારોના કુળદેવી ખંભલાય માતાજી છે. શ્રી સૂક્તના પાઠથી આધ્યાત્મિક, દૈવિક અને ભૌતિક ક્લેશનો નાશ થાય છે.ત્યારે ખંભલાવ માતાના મંદિરે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે વિદ્વાન ભૂદેવો દ્વારા શ્રીસૂક્તના પાઠ શરૂ કરાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here