સ્વપ્ન શાસ્ત્ર (Swapan shastra)એક એવુ શાસ્ત્ર જે આપણને આવતા સપનાઓનો અર્થ સમજાવી જાય છે. કેટલીક વખત જ્યારે આપણને કોઇ સપના આવે તે આપણી સાથે થનારી ભવિષ્યની ઘટનાઓ તરફ અંગુલી નિર્દેશ કરી દેતા હોય છે. આપણને ભાવી તરફ સંકેત કરે છે. કેટલાક એવા ખરાબ સપનાઓ પણ હોય છે જે અશુભ ઘટનાઓ તરફ ઇશારો કરી આપણને સાવધ કરે છે. આજે આપણે આવાજ અશુભ સંકેતોની વાત કરીશુ.

તૂટેલો અરીસો
સ્વપ્ન શાસ્ત્ર  (Swapan shastra) અનુસાર સ્વપ્નમાં તૂટેલો અરીસો જોવો અશુભ માનવામાં આવે છે. આવું સ્વપ્ન જોવું એ એક સંકેત છે કે તમારી કારકિર્દીમાં કોઈક પ્રકારની અડચણ આવી રહી છે. આવી સ્થિતિમાં તમારે તરત જ સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ. તમારે નિયમિત ઉપાસના શરૂ કરી દેવી જોઇએ અને ॐ ધૃણિ સૂર્યાય નમ: મંત્રનો પાઠ કરવો જોઈએ.

મૃત વ્યક્તિને વારંવાર જોવી
જો સ્વપ્નમાં આપણને કોઈ મૃત વ્યક્તિ વારંવાર દેખાય તો સ્વાભાવિક છે કે આપણે આવા સ્વપ્નને જોતા ડરી જતા હોઈએ. આવા ડરામણા સપના આવવાને અશુભ માનવામાં આવે છે. આ પ્રકારનું સ્વપ્ન જોવું એ છે કે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તમારી આસપાસ રહેલ કોઇ વ્યક્તિને ગંભીર બીમારીઓ ઘેરી લેશે. આવા સમયે તમારા ઇષ્ટદેવને પ્રાર્થના કરો કે કોઇ અશુભ ઘટના ન થાય.

ઇશ્વરની પ્રતિમાની પીઠ જોવી
સ્વપ્ન શાસ્ત્ર  (Swapan shastra) અનુસાર સ્વપ્નમાં ઇશ્વરની પ્રતિમાની પીઠ જોવા મળે તો અશુભ સંકેત છે. આ સંકેત ભવિષ્યમાં થતી ખુબજ ખરાબ ઘટના તરફ ઇશારો કરે છે. લક્ષ્મી માતાને પીળુ ફૂલ અર્પણ કરો અથવા કમળના ફૂલથી માતાની સાધના કરો. ભગવત ગીતાનો પાઠ કરવાથી ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here