ધોરાજી જેતપુર નેશનલ હાઈવેના મોટા ગુંદાળા નજીક આવેલ રેસ્ટોરન્ટમાં ઉડ્યા સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે.ધોરાજીથી 7 કિલોમીટર દૂર આવેલ મોટા ગુંદાળા નજીક આવેલ વોટર પાર્ક રેસ્ટોરન્ટમાં સરકારની ગાઈડ લાઇનના ખુલ્લેઆમ ધજાગરા જોવા મળી રહ્યા છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માણસો ભેગા કરી કોરોના ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. 

ધોરાજી જેતપુરમાં સામાન્ય ગરીબ લોકો જ્યારે માસ્ક વગર નીકળે તો પોલીસ તેમની પાસે રૂપિયા ૧૦૦૦નો દંડ વસૂલ કરે છે અને વાહન ડિટેઇન જેવા કડક હાથે પગલાં લે છે.. જ્યારે કે આવી હોટલો સામે મૌન રહેતા પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here