રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની મબલક આવક થઇ છે. યાર્ડમાં 1.50 લાખ ગુણી મગફળીની અધધ આવક થઇ છે. દિવાળી વેકેશન બાદ લાભપાંચમના દિવસે એક લાખ ગુણી મગફળીની આવક થવા પામી હતી જે બાદ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો દ્વારા નવી મગફળી આવક પર રોક લગાવવામાં આવી હતી. જે બાદ નવી આવક શરૂ થતાં લાભપાંચમ કરતા પણ વધુ એટલે કે 1.50 લાખ ગુણી મગફળીની આવક થવા પામી છે.

હરાજીમાં મગફળીના ભાવ 900 થી 1050 રૂપિયા સુધી બોલાયા હતા. આજે ફરી વખત 1.50 લાખ ગુણી મગફળીની આવક થતા ફરી એક વખત મગફળીની આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે નવી જાહેરાત બાદ આવક શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here