સામાન્ય માણસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કોરોનાના કારણે જીવનશૈલી બદલાઇ છે. મોંઘવારીએ માઝા મુકી છે. રસોડાનું બજેટ સતત ખોરવાઇ ગયુ છે. શાકભાજી અને કઠોળ પછી ખાંડ, દૂધ અને ચાના ભાવમાં વધારો થયો છે.
30 નવેમ્બરના રોજ ગ્રાહક મંત્રાલયની વેબસાઇટ પર અપાયેલા ડેટા અનુસાર, દેશના છૂટક બજારમાં ખાંડનો સરેરાશ ભાવ પ્રતિ કિલો 39.68 રૂપિયા હતો, જે 7 ડિસેમ્બરના રોજ વધીને રૂ 43 રૂપિયા થયો છે.

આ સિવાય ખુલ્લા ચાના દરમાં પણ લગભગ 11.57 ટકાનો વધારો થયો છે. ચાની પત્તીનો રેટ 238.42 થી વધીને 266 થયો છે. આ સિવાય દૂધના ભાવમાં પણ લગભગ 7 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દૂધનો ભાવ 46.74 રૂપિયાથી વધીને 50 રૂપિયા પ્રતિ લિટર થયો છે.

ટમેટાના ભાવમાં પણ આગ
હાલ શિયાળો છે સામાન્ય રીતે અત્યારે ટમેટા ખુબજ સસ્તા હોય જો કે આ વર્ષે એવુ નથી પહેલા લોકડાઉન હવે ટમેટાની માંગ વધી રહી છે. 30 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ટમેટાં 36.18 રૂપિયે મળી રહ્યા હતા જે રિટેલ માર્કેટમાં આજે ટામેટાંનો ભાવ કિલો દીઠ 49.88 રૂપિયા થઈ ગયો છે, જે 30 નવેમ્બરના રોજ રૂ. 36.18 પર વેચાઇ રહ્યા હતા.

તેલના ભાવમાં રાહત
આ સિવાય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પામતેલની કિંમત 102 રૂપિયાથી ઘટીને 92 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય સૂર્યમુખી તેલની કિંમત 124 રૂપિયાથી ઘટીને 123 રૂપિયા થઈ ગઈ છે. મગફળીનું તેલ 156 થી 145 અને સરસવનું તેલ પણ પ્રતિ લિટર રૂ .135 થી 132 પર આવી ગયું છે. તે જ સમયે, સોયા તેલના ભાવમાં 6 ટકાનો વધારો થયો છે.

સસ્તો થયો લોટ – ચોખા અને ઘઉં
મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ સામાન્ય માણસને ઘઉં, ચોખા અને લોટના ભાવમાં રાહત મળી છે. ઘઉંના ભાવમાં આશરે 19.45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયે ઘઉંનો ભાવ રૂપિયા 29થી ઘટીને 24 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય છૂટક બજારમાં લોટના ભાવ 32 રૂપિયાથી ઘટીને 28 રૂપિયા થઈ ગયા છે. ચોખાના દર પણ નીચે આવી ગયા છે. ચણા અને અડદ દાળ સસ્તી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here