બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનીલ કપૂર અને નિર્માતા અનુરાગ કશ્યપ વચ્ચે આજકાલ ટ્વિટર યુદ્ધ ચાલી રહ્યું છે. શરૂઆતમાં તો તેઓ મજાકની રીતે સામસામે વાતો કરતા હતા પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે વાત ઉગ્ર સ્વરૂપ પકડી લીધું અને પછી તો તમામ હદ વટાવી દીધી છે. જોકે ફેન્સને એ ખ્યાલ નથી આવતો કે બંને વચ્ચે એવું તો શું બન્યું છે કે મજાક મજાકમાં તેઓ એક બીજા સામે આટલી ખરાબ રીતે વર્તન કરી રહ્યા છે.

વેબ શો દિલ્હી ક્રાઇમ માટે હોલિવૂડમાં સ્વાગત કર્યું ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ

એમીની બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ જીંદગી ના મિલેગી દો બારાની શેફાલી શાહનું અનીલ કપૂરે તેના વેબ શો દિલ્હી ક્રાઇમ માટે હોલિવૂડમાં સ્વાગત કર્યું ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ હતી. અનીલ કપૂરે લખ્યું હતું કે મેં તેને એક વાર કહ્યું છે અને બીજી વાર કહું છું કે આ માટે તે સંપૂર્ણપણે લાયક છે. દિલ્હી ક્રાઇમની ટીમને અભિનંદન. આખરે અમારા લોકોને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી તેનાથી સારું લાગ્યું.

અનુરાગ કશ્યપ પ્રહાર કરવા માટે તૈયાર થઈને બેઠો હતો

કદાચ અનીલ કપૂરને ખબર ન હતી કે અનુરાગ કશ્યપ પ્રહાર કરવા માટે તૈયાર થઈને બેઠો હતો. અનીલ કપૂરની ટ્વિટ સામે અનુરાગ કશ્યપે તેના ઓસ્કાર નોમિનેશનની મજાક ઉડાવી હતી. તેણે લખ્યું કેટલાક લોકોના ઓસ્કાર નોમિનેશનને જોઈને સારું લાગ્યું. તમારો ઓસ્કાર ક્યાં છે? ના, અચાનક નોમિનેશન?

અનીલ કપૂરે ત્યાર બાદ ઓસ્કાર એવોર્ડ સેરેમનીના ફોટો પોસ્ટ કર્યા

અનીલ કપૂરે ત્યાર બાદ ઓસ્કાર એવોર્ડ સેરેમનીના ફોટો પોસ્ટ કર્યા હતા. તેણે લખ્યું હતું કે તમે ઓસ્કારની નજીક આવી ગયા છો. સ્લમડોગ મિલિયોનરને ટીવી પર ઓસ્કાર જીતતા જોઇ રહ્યા છો. તમારાથી નહીં થાય. ત્યાર બાદ અનીલ કપૂર અને અનુરાગ કશ્યપ તેમની દરેક ટ્વિટમાં પ્રહાર કરી રહ્યા છે. અનીલ કપૂરે એક ટ્વિટમાં તો એમ લખ્યું હતું કે તારી માફક દરેક કામ શોધવા માટે વાળ ખેંચવા પડતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here