હવે થોડા દિવસોમાં કોરોના ની વેક્સિન આવવાની શક્યતાઓ ને લઇ જુનાગઢ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં ફ્રંટ લાઈન કોરોના વોરિયર્સ નામની યાદી કરી લેવામાં આવી છે. કોરોનની વેક્સિન આપવા માટે જૂનાગઢ જિલ્લાના કુલ 51 પી.એચ.સી, સી.એચ.સી., સેન્ટરો માં વેક્સિન રાખવા માટેના ફ્રિજ છે અને જુનાગઢ સીટીના અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વધુ પ્રમાણમાં વેક્સિંગના ડોઝ આવે તો ફ્રીજની અછત ન સર્જાય તે માટે દૂધની ડેરી સાથે કરાર કરવામાં આવ્યો છે અને તેની પાસેથી તાત્કાલિક ફ્રીજ લેવામાં આવશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જુનાગઢ સીટી ના ડોક્ટર, હેલ્થ વર્કરો અને નર્સિંગ સ્ટાફ સહિતના 3100 લોકોના નામની યાદી તથા જિલ્લામાં સાત હજારથી વધુ ડોક્ટર આરોગ્યના સ્ટાફ ને પ્રથમ તબક્કામાં એટલે કુલ મળી 10 થી 11 હજાર લોકોને વેક્સિન આપવા માટેની નામની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વર્કરો જેમાં પોલીસ મીડિયા સરકારી અધિકારી-કર્મચારીઓ ની નામાવલી પણ તૈયાર થઈ ચૂકી છે હવે ક્યારે વેક્સિન આવે તેની રાહમાં વહીવટીતંત્ર બેઠું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here