તુમ બિન 2, સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આદિત્ય સીલના પિતાનું નિધન થઈ ગયું. આદિત્યના પિતા અને પ્રોડ્યૂસર રવિ સીલનું 18 સપ્ટેમ્બરે મુંબઈમાં અવસાન થયું. મળતી માહિતી પ્રમાણે તેમનું મોત કોરોનાને કારણે થયું છે.
- બોલિવૂડ એક્ટરના પિતાનું કોરોનાથી નિધન
- આદિત્યના પિતા અને પ્રોડ્યૂસર રવિ સીલનું મુંબઈમાં નિધન
અભિનેતા આદિત્ય સીલના પિતા 6 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવ્યા. આ પછી, 8 સપ્ટેમ્બરે તેમને તાત્કાલિક એક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદમાં રવિ સીલને એ સ્થળે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં કોવિડ-19 કેસની સારવાર કરવામાં આવે છે. જોકે, મેડિકલ સ્ટાફ તેમને બચાવી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે, રવિ સીલ ગઢવાલી ફિલ્મોમાં અભિનય માટે જાણીતા હતા. આદિત્યના એક મિત્રએ અભિનેતાના પિતાના નિધનની પુષ્ટિ કરી છે.
આદિત્ય સીલના મિત્રએ કહ્યું, ‘રવિ અંકલ 6 સપ્ટેમ્બરના રોજ કોવિડ -19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા અને 8 સપ્ટેમ્બરે તેમને એક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમને અંધેરી કોવિડ-19 સ્પેશિયલ સારવાર માટે લઈ જવામાં આવ્યા. જોકે, રવિ અંકલ 18 સપ્ટેમ્બરના રોજ સવારે મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ આખો પરિવાર આઘાતમાં છે.
- આદિત્યએ એક મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે પોન્ડ્સ પાવડર, ગાર્નિયર અને માઉન્ટેન ડ્યૂ જેવી ઘણી બ્રાન્ડ્સની એડ્સ પણ કરી. 2002માં તેણે મનીષા કોઈરાલાની ફિલ્મ ‘એક છોટી સી લવ સ્ટોરી’થી ડેબ્યૂ કરવાની તક મળી. તેણે ‘વી આર ફ્રેન્ડ્સ’, ‘સે સલામ ઈન્ડિયા’, ‘પુરાની જીન્સ’, ‘તુમ બિન -2’, ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ જેવી ફિલ્મો પણ કરી. તમને જણાવી દઈએ કે, આદિત્ય જલ્દી વેબ શોમાં જોવા મળશે.