ભૂલથી એલઓસી ક્રોસ કરનાર પાક કબ્જા હેઠળના કાશ્મીરની બે કિશોરીઓને આજે પાકિસ્તાની સેનાને સોંપી દેવામાં આવી હતી.ઉલટાનુ ભારતીય સેનાએ તેમને ભેટ સોગાદો આપીને વિદાય કરી હતી.

કિશોરીઓ ભૂલથી આવી ગઈ હતી ભારતીય સીમામાં

મળતી વિગતો પ્રમાણે રવિવારે સવારે પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં રહેતી બે કિશોરીઓ ભારતીય સીમામાં પ્રવેશી હતી.એ પછી સેનાના જવાનોએ તેમને સરેન્ડર થવા માટે કહ્યુ હતુ.તેમની પૂછપરછમાંથી જાણવા મળ્યુ હતુ કે, તેઓ ભૂલથી લાઈન ઓફ કન્ટ્રોલ ક્રોસ કરીને ભારતમાં આવી ગઈ હતી.

ભારતીય સેના

બંને કિશોરીઓને સન્માન સાથે પરત મોકલી

એ પછી ભારતીય સેનાએ તેમને સંપૂર્ણ સન્માન સાથે આજે પાકિસ્તાની સેનાને સોંપી દીધી હતી.એટલુ જ નહી તેમને સેના દ્વારા ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી.ભારતીય સેનાએ રાખેલી સંભાળના કારણે આ બંને કિશોરીઓ ખુશ જોવા મળી હતી.

પાકિસ્તાનની નફ્ફટાઈ છતાં ભારતીય સેનાની માણસાઈ

સરહદ પર પાકિસ્તાન છાશવારે છમકલા કરીને વગર ઉશ્કેરણીએ ભારતીય સૈનિકો પર ગોળીબાર કરતુ હોવા છતા ભારતીય સેનાએ ફરી એક વખત પોતાનો માનવતાવાદી ચહેરો આ કિસ્સામાં ઉજાગર કર્યો હતો.પાકિસ્તાનની આ કિશોરીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તેમને પાક સેનાને હેમ ખેમ સુપરત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here