બોલિવૂડમાં કલાકારો એકબીજાને જરૂર પડ્યે મદદ કરતાં હોય છે. કોઈ દેખાડો કરતાં હોય તો કોઈ ન કરતાં હોય. ત્યારે હાલમાં શાહરૂખ ખાનની એક દરિયાદીલી વિશે વાત કરવામાં આવી રહી છે. બોલિવૂડના શ્રેષ્ઠ હાસ્ય કલાકાર જોની લિવરએ આ વાતનો ખુલાસો કર્યો છે. બોલિવૂડમાં ભાગ્યે જ કોઈ મોટો અભિનેતા હશે જેની સાથે જોની લિવરે કામ ન કર્યું હોય. જોની લિવરે શાહરૂખ ખાન(Shah Rukh Khan) સાથે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ જોની લિવરે(Johnny Lever) ઘટનાને યાદ કરતાં કેવી રીતે બાદશાહ ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાને તેના બીમાર પિતાને મદદ કરી એના વિશે વાત કરી હતી.

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં જોની લિવરે(Johnny Lever) કહ્યું કે-એક સમય એવો હતો જ્યારે તે પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ ફિલ્મોમાં તો કોમેડી સીન કરવા પડતા હતા. વાત કરતાં જોનીએ કહ્યું કે તેના પિતાનું ઓપરેશન થવાનું હતું પરંતુ તે ફિલ્મોમાં ખૂબ વ્યસ્ત હતો. જો કે, જોની લિવરે તેની વ્યક્તિગત મુશ્કેલીઓને તેના કામની વચ્ચે ક્યારેય આવવા ન દીધી અને તેની સમસ્યાઓ કોઈની સાથે શેર પણ ન કરી.

જોની(Johnny Lever)એ જણાવ્યું કે-કોઈક રીતે શાહરૂખ ખાનને તેના પિતા વિશે ખબર પડી ગઈ. જો કે જોની તેના વિશે વધુ વાત કરવા નહોતો માંગતો પણ શાહરૂખે તેને પૂછ્યું કે જો કોઈ મદદની જરૂર હોય તો કે કરવા માટે તૈયાર છે. આમ તો શાહરૂખ ખાન પણ જોની લિવરની પ્રશંસા કરે છે. એક ઈન્ટરવ્યુમાં શાહરૂખે કહ્યું હતું કે બહુ ઓછા લોકો જાણે છે કે જોની લિવર તેની પર્સનલ લાઇફમાં ખૂબ સીરિયસ વ્યક્તિ છે. શાહરૂખે એમ પણ કહ્યું કે જોની લિવર હંમેશાં જરૂરતમંદોને મદદ કરવાં માટે તત્પર રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here