પાછલા સત્રમાં રેકોર્ડ સ્તરે બંધ થયા પછી, શેર બજારમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ મંગળવારે પણ સતત વધારો યથાવત છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 52.69 પોઇન્ટ (0.12 ટકા) 45479.44 ના સ્તર પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 18.70 પોઇન્ટ (0.14 ટકા) ની મજબૂતી સાથે 13374.50 પર શરૂ થયો.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો, આજે પ્રારંભિક કારોબાર દરમ્યાન અલ્ટ્રાટેક સિમેન્ટ, ગેઇલ, ઓએનજીસી, યુપીએલ અને એનટીપીસીના શેરો તેજી સાથે ખુલ્યા. તો સન ફાર્મા, એક્સિસ બેંક, ટાઇટન, ગ્રાસિમ અને બજાજ ઓટોના શેર લાલ નિશાન પર ખુલ્યા.
જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે નાણાંકીય સેવાઓ, ખાનગી બેંકો અને બેંકો સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર ખુલ્યા છે. આમાં રિયલ્ટી આઇટી, એફએમસીજી, ઓટો, ફાર્મા, પીએસયુ બેંક, મેટલ અને મીડિયાનો સમાવેશ થાય છે.