કોંગ્રેસ (Congress)ના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi) 9 ડિસેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ (Birthday) મનાવશે નહીં. દેશમાં કૃષિ કાયદાની વિરૂદ્ધ આંદોલન અને કોરોના વાયરસ (Corona Virus) ની હાલની સ્થિતિને જોતા સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે.
વાત એમ છે કે પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana)ના ખેડૂત 12 દિવસથી દિલ્હી (Delhi) અને તેની આસપાસ આવીને પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગણી છે કે કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને સરકાર પાછો લઇ લે. તેમણે નવા કાયદાને ખેડૂતોના વિરૂદ્ધ બતાવ્યો છે.
આજે ખેડૂતોએ કર્યું ભારત બંધનું એલાન
નવા કૃષિ કાયદાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારની સાથે બુધવારના રોજ યોજાનાર છઠ્ઠા દોરની વાતચીતથી પહેલાં આજે ખેડૂતોનું ‘ભારત બંધ’ છે. આ દરમ્યાન કેટલીય જગ્યાઓ પર પ્રદર્શન થવાથી રસ્તા બંધ થઇ શકે છે. જરૂરી વસ્તુઓના સપ્લાયને અસર થઇ શકે છે. દિલ્હી-એનસીઆરમાં પોલીસ પ્રશાસન હાઇ એલર્ટ પર છે. મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી કરી છે.
શું-શું રહી શકે છે બંધ
દિલ્હીથી બીજા રાજ્યોમાં જનાર મોટાભાગના રસ્તા બંધ થઇ શકે છે. કેબ સર્વિસ પણ મળશે નહીં. આઝાદપુર મંડી સહિત દિલ્હીની મંડીઓમાં કામ થશે નહીં. શાકભાજીના સપ્લાયને અસર થઇ શકે છે. વેપારીઓનું સંગઠન- કેટ એ કહ્યું કે દેશ અને દિલ્હીના બજાર ખુલ્લા રહેશે. ગુડગાંવમાં પેટ્રોલ પંપ બંધ કરવાના નિર્ણય સંબંધિત એસોસીએશને લીધો છે. હરિયાણાથી આગ્રા-મથુરા અને પંજાબની તરફ જનાર બસ હાલ બંધ રહેશે.