પૂર્વ લદાખ (Eastern Ladakh)માં ભારત-ચીન સરહદ (India-China Border) પર બંને દેશોની વચ્ચે ચાલી રહેલા વિવાદનો હજુ અંત આવ્યો નથી ત્યાં ચીને ફરી પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. ચીને હવે પાકિસ્તાન (Pakistan)ની સેનાની સાથે સૈન્ય અભ્યાસ કરવાની યોજના બનાવી છે અને તેના માટે તેણે ગુજરાત (Gujarat)ની સરહદ નજીક બનેલા પાકિસ્તાન એરબેઝ (Pakistan Airbase) માટે લડાકુ વિમાન (Fighter Jet) અને સૈનિકો રવાના કરી દીધા છે.

ગુજરાતની સરહદ નજીક ચીન (China) અને પાકિસ્તાન (Pakistan)ની વાયુસેના સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરશે. ચીનના ટોચના વિમાનો પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં ભોલારી (Bholari) માં આવેલા પાકિસ્તાની વાયુ સેનાના એરબેઝ માટે ઉડાન ભરી દીધી હોવાની જાહેરાત ચીની આર્મી (Chinese Army)ના પ્રવક્તાએ કરી હતી. ભારતીય વાયુસેના આ કવાયત પર ખાસ નજર રાખશે.

પાકિસ્તાનની વાયુસેના સાથે મળીને ચીની વાયુસેના ગુજરાતની સરહદ નજીક લશ્કરી કવાયત કરશે. બંને દેશોની વાયુસેના વચ્ચે સહકાર વધારવાના બહાને ચીન-પાકિસ્તાન ગુજરાતની હવાઈ સરહદ નજીક શક્તિ પ્રદર્શન કરવાની પેરવીમાં છે. જોકે, ભારતીય વાયુસેના પણ આ લશ્કરી કવાયત પર ખાસ નજર રાખશે.

ચીની આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે ડિસેમ્બર માસના અંતમાં બંને દેશોની વાયુસેના એકબીજા સાથે તાલમેલ સાધવા અને સહકાર વધારવાના હેતુથી સિંઘ પ્રાંતમાં લશ્કરી કવાયત કરશે.

ચીનના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાંથી પણ આ અંગેની ટ્વિટ્સ કરવામાં આવી હતી. લગભગ 50 જેટલા ચીનના ફાઈટર વિમાનો આ લશ્કરી કવાયતમાં ભાગ લેશે એવો દાવો મીડિયા અહેવાલોમાં થયો હતો.

અગાઉ ભારતના આ બંને પરંપરાગત દુશ્મન દેશોએ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક 2019માં સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે હિંદ મહાસાગરમાં અમેરિકા-જાપાન-ભારત-ઓસ્ટ્રેલિયાએ સંયુક્ત લશ્કરી કવાયત કરીને શક્તિ પ્રદર્શન કર્યું એ વખતે આ ચારેય દેશોની લશ્કરી કવાયતથી ચીન સમસમી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here