સામાન્ય રીતે સરકારનું રિપોર્ટ કાર્ડ સામે આવતું હોય છે જેમાં બતાવવામાં આવે છે સરકારે જનહિત માટે કયા કયા પગલા ભર્યા છે. ચૂંટણી દરમિયાન તમામ રાજનીતિક દળો પોત પોતાના મેનિફેસ્ટો જાહેર કરે છે. જેમાં જનતાને વાયદા કરાય છે અને કહેવાય છે કે અમારી સરકાર આવશે તો અમે આ તમામ કામો કરીશું. આ દરમિયાન પીએમઓએ એવા કામોનું લિસ્ટ તૈયાર કર્યુ છે જે અત્યાર સુધી પુરા થયા નથી.
  • પોતે આ કામો પર નજર રાખી રહ્યું છે
  • પીએમઓ 36 મંત્રાલયોને લિસ્ટ સૌંપવામાં આવ્યું
  • એવા કામોનું લિસ્ટ તૈયાર કર્યુ છે જે અત્યાર સુધી પુરા થયા નથી

પીએમઓ તરફથી 2014થી 2015ના બજેટ સત્રમાં થયેલી જાહેરાતો વિશે 36 મંત્રાલયો તથા જોડાયેલા લાગતા વળગતા વિભાગોને એક લિસ્ટ સૌંપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં તે તમામ કામનોનું નિરિક્ષણ કરવામાં આવ્યુ છે જે કોઈને કોઈ કારણે અધૂરા પડેલા છે. આ કામોને પૂરા કરવાના હોય તો તેમાં કેટલો ખર્ચ આવશે. પીએમઓએ દરેક કામોના અલગ અલગ પેરેગ્રાફમાં ઉલ્લેખ કર્યો છે.

  • ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
  • કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
  • અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ

પીએમઓના એડવાઈઝર ભાસ્કર કુંબલે 8 ઓગસ્ટે આ લિસ્ટ તમામ મંત્રાલયો અને વિભાગો જેવા કેવિદેશ મંત્રાલય, રેલવે મંત્રાલય, વીજળી, શિક્ષણ, કૃષિ, નાગરિક ઉડ્ડયન, પેટ્રોલિયમ અને નેચરલ ગૈસ, કલ્ચર અને ટુરિઝમ તેમજ નાણા મંત્રાલય અંતર્ગત આવનારા તમામ વિભાગો સહિત કુલ 36 મંત્રાલયોને સોંપવામાં આવ્યું છે. પીએમઓએ આ લિસ્ટમાં તે જ કામોનો ઉલ્લેખ કર્યો છે જેની જાહેરાત 2014-15 બજેટ સત્ર દરમિયાન થઈ હતી. પીએમઓ 2020 પહેલા તમામ બજેટ સેશનનું રિવ્યુ કરી રહ્યું છે.  

પીએમઓએ એક વાતને પોઈન્ટ કરી છે કે બજેટ સત્રમાં અનેક જાહેરાત તમામ વિભાગોના મંત્રાલય સાથે સલાહ સૂચન કરવાની કરવામાં આવી છે. કોઈ પણ એવી જાહેરાત નહોતી જે નવી હોય. આ જાહેરાતો પહેલા તે સાથે સંકળાયેલા મંત્રાલયો અને વિભાગો સાથે પુછપરછ કરવામાં આવે છે અને તે બાદ તેને તેમાં સમાવિષ્ટ કરાય છે. પરંતુ અત્યાર સુધી 2014-15ના કામ અઘૂરા પડ્યા છે. પીએમઓ આ મામલામાં બહુ કડક છે અને પોતે આ કામો પર નજર રાખી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here