સુશાંતસિંહ રાજપૂત (Sushant singh Rajput)ના મોતને અંદાજીત 6 મહિના થઈ ચૂક્યા છે. જો કે હજુ સુધી આ સવાલનો જવાબ નથી મળ્યો કે સુશાંતનું મોત કેવી રીતે થયું ? દેશના ત્રણ મોટી તપાસ એજન્સીઓ આ સવાલનો જવાબ મહિઓ સુધી તપાસ કર્યા પછી પણ નથી જાણી શકી. હજુ  પણ કેટલાક જવાબ લોકોને નથી મળ્યા.

લાંબા સમય સુધી દેશ આ મામલામાં સીબીઆઈ (CBI)ની તપાસની માગની માગ કરી રહ્યો હતો. પરંતુ સીબીઆઈ(CBI)ના હાથમાં તપાસ આવ્યા પછીથી અત્યાર સુધીમાં આ મામલામાં ચાર્જશીટ દાખલ નથી કરવામાં આવી. પુનીત કૌર ધંડા (Punik Kaur Dhanda)એ સુપ્રીમ કોર્ટ (Suprime Court)માં એક અરજી દાખલ કરી કરતા દેશની સૌથી મોટી તપાસ એજન્સીની કાર્યવાહી અને તપાસ ઉપર સવાલ ઉઠાવ્યા છે.

અરજી મુજબ સુપ્રીમ કોર્ટે 19 ઓગસ્ટે તપાસ સીબીઆઈ(CBI)ને સોંપી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં માત્ર કહેવા માત્ર તપાસ અને કાર્યવાહી કરવામાં આવી છે. અરજીમાં આરોપ છે કે સીબીઆઈ પોતાની જવાબદારી સમજી બરાબર રીતે આ મામલાની તપાસ નથી કરી રહી અને અત્યાર સુધીમાં કહેવા માત્રની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી છે. આ કારણે આ કેસની તપાસનું પરિણામ હજુ સુધી નથી મળ્યું.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે હત્યા જેવા ગંભીર ગુનામાં કાનૂન 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની સમય સીમા નિર્ધારિત કરે છે. પરંતુ વર્તમાન મામલામાં તપાસ એજન્સી પોતાની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે અને વર્તમાન મામલામાં મોડું થતા માત્ર પ્રશાસનની ન્યાયની પ્રક્રિયાનું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ખરાબ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here