જ્યારે આપણે સ્વર્ગની કલ્પના કરીએ છીએ, ત્યારે આપણી આખો સમક્ષ બરફથી છવાયેલ પર્વતો, લીલાછમ જંગલો અને ધોધનું ચિત્ર આપણા મગજમાં પહેલા દેખાવા લાગે છે. ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈ સુંદર સ્થળો છે જે તમને સ્વર્ગનો અનુભવ કરાવે છે. આજે અમે તમને ભારતના કેટલાક સુંદર ગામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભારતનાં આ ગામો કોઈ સ્વર્ગથી કમ નથી. આ ગામોની સુંદરતા જોતા જ રહી જશો તેવી છે. આ ગામોમાં પર્વતો, હરિયાળી જોવા મળે છે.

સ્મિત ગામ
સ્મિત ગામ મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ 11 કિલોમીટરના અંતરે પર્વતો પર સ્થિત છે. આ ગામ પ્રકૃતિની સુંદર ચાદર ઓઢીને ઉભુ જોવા મળે છે. ભારતના આ સુંદર ગામને પ્રદૂષણ મુક્ત ગામનો દરજ્જો મળેલ છે. ગામની સુંદરતા જોઈને સ્મિત ચહેરા પર ખરેખર સ્મિત આવે છે. સ્મિત ગામના લોકો શાકભાજી અને મસાલાની ખેતી કરે છે.

માવલિનોંગ
મેઘાલયના શિલોંગથી 90 કિલોમીટર દૂર માવલિનોંગ નામનુ એક નાનું ગામ છે. આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો મળેલ છે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા, આ ગામની સુંદરતા તેને જોતા જ રહી જશો. એશિયાનો સૌથી પ્રખ્યાત રૂટ બ્રિજ પણ અહીં છે.

ખોનોમા
ખોનોમા ગામ કોહિમાથી 20 કિમી દૂર આવેલું છે. અહીં લીલોતરીતમને આકર્ષે નહી તો જ નવાઇ છે. તમને જણાવી દઈએ કે, ખોનોમા એશિયામાં પ્રથમ ગ્રીન વિલેજ જાહેર કરવામાં આવ્યુ છે. આ ગામમાં વન્યપ્રાણીસૃષ્ટિ અને 100થી વધુ જાતિના પ્રાણીસૃષ્ટિ જોવા મળે છે. આ ઉપરાંત લગભગ 250 જેટલી વનસ્પતિ પ્રજાતિના છોડ પણ અહીં જોવા મળે છે.about:blankabout:blankabout:blank

મિરિક
મિરિક દાર્જીલિંગથી પશ્ચિમમાં સમુદ્રની સપાટીથી લગભગ 4905 ફુટની ઉંચાઇ પર સ્થિત એક નાનું સુંદર ગામ છે. આ સ્થાનના કુદરતી દૃશ્યો મનને આકર્ષિત કરે છે. અહીં સ્થિત મિરિક તળાવ આ ગામની સુંદરતામાં ચાર ચાંદ ઉમેરે છે. તમને જણાવી દઈએ કે મિરિક તળાવ દેવદારનાં ઝાડથી ઘેરાયેલું છે. મિરિકમાં ચાના વાવેતર, જંગલી ફૂલોની ચાદર, ક્રિપ્ટોમેરિયા વૃક્ષો આકર્ષે છે.

મલાના
હિમાચલના કુલ્લુ ખીણની ઉત્તરે પાર્વતી ઘાટીની ચંદ્રખાનીની લીલીછમ ચાદરથી છવાયેલ સુંદર મલાના ગામ આવેલું છે. આ ગામની સુંદર ટેકરીઓથી છવાયેલમલાના ગામ મલાના નદીના કાંઠે વસેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here