કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધને કોંગ્રેસે આપેલા સમર્થન પર મુખ્યપ્રધાને પ્રહાર કર્યા છે. કોંગ્રેસ ખેડૂતોના નામે રોટલા શેકવા નીકળી હોવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ક્ષપે કર્યો .કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે પરંતુ  લોકોએ કોંગ્રેસને હવે વિરોધ પક્ષ તરીકે પણ લાયક રાખ્યા નથી.

કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે

મુખ્યપ્રધાને મહેસાણામાં પાણી પુરવઠા વિભાગની 287 કરોડની વિવિધ યોજનાનુ ખાત મુહૂર્ત કર્યુ હતુ..જ્યાં તેમણે સ્ટેજ પરથી કોંગ્રેસ નેતા  રાહુલ ગાંધીને કોથમીર  અને મેથીમાં ખબર પડતી નથી.તેમ કહીને કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીને કોથમીર  અને મેથીમાં ખબર પડતી નથી

ગાંધીનગરમાં વહેલી સવારથી કોંગી નેતાઓની અટકાયત કરી લેવાઇ હતી. યાર્ડ અને બજારો બંધ કરાવવા જાય તે પહલા જ  દહેગામના પૂર્વ ધારાસભ્ય અટકાયત કરાઇ હતી. દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભુપેન્દ્રસિંહ રાઠોડ તથા પુર્વ ધારાસભ્ય  કામીનીબા રાઠોડની અટકાયત કરાઇ હતી. ગાંધીનગરના કોંગી નેતા સૂર્ય સિંહ ડાભીની અટકાયત કરાઇ હતી…ગાંધીનગર પોલીસે 45 લોકોની અટકાયત કરી છે.એસપી મયુરસિંહ ચાવડાએક કહ્યુ હતુ કે, કોઈ બંધ નથી..જબરદસ્તીથી બંદ કરવાનો પ્રયત્ન થશે તો જિલ્લા પોલીસ સખત પગલા ભરશે..દૂધ વાહનો સહિત એપીએમસી રાબેતા મુજબ ચાલુ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here