કોરોના (Corona) કાળમાં અનેક કંપનીઓમાં કર્મચારી (Employee) ઓની છટણી કરવામાં આવી રહી છે. પરંતુ એક કંપની એવી પણ છે જેમાં સાવ અવળી જ ગંગા વહી રહી છે. આ કંપનીના અનેક કર્મચારીઓ નોકરી (Job) છોડીને જઈ રહ્યાં હતાં. જેમાં ટોચના કર્મચારીઓ પણ શામેલ હતાં. કર્મચારીઓને જતા અટકાવવા માટે કંપની નવેમ્બર મહિનાથી વધારાનો પગાર આપવા લાગી છે. 

આ ઉપરાંત અનેક કર્મચારીઓને પ્રમોશન પણ મળવા લાગ્યા છે. કંપનીના માર્કેટિંગ ડાયરેક્ટર (Markiting Director) અવનેશ ખોસલાનો પ્રમોટ કરીને માર્કેટિંગ ઓફિસર (Marketing Officer) બનાવવામાં આવ્યા છે. આ પદ છેલ્લા બે વર્ષથી ખાલી છે. આ કંપનીનું નામ છે વોડફોન આઈડિયા (Vodafone Idea). 

વોડાફોન આઈડિયાએ કંપનીઓના કર્મચારીઓને જતા અટકાવવા માટે તેમને વધારાનો પગાર ચુકવવાનો નિર્ણય લીધો છે. જોકે આ માટે કંપનીએ એક શરત મુકી છે. વધારાનો પગારનો આ લાભ એ કર્મચારીઓને જ મળશે જે 31 માર્ચ 2021 સુધી કંપની સાથે જોડાયીલા રહેશે. જો કોઈ કર્મચારી આમ નહીં કરે તો આ રકમ તેના પગારના છેલ્લા સેટલમેંટમાંથી કાપી લેવામાં આવશે.

વોડાફોન આઈડિયા હાલ ગંભીર સંકટથી ઝઝુમી રહી છે. કંપની પર એજીઆરની મસ મોટા રકમ બાકી છે. આ ઉપરાંત તેનું નેટવર્ક પણ નબળું પડી રહ્યું છેમ જેના કારણે વર્તમાન ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે. કંપની સતત ફંડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે હજી સુધી તેને કોઈ ખાસ સફળતા મળી નથી. આ સ્થિતિમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કંપનીના અનેક કર્મચારીઓ અને અધિકારીઓ વોડાફોન આઈડિયાનો સાથ છોડી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here