ભારતમાં પેટ્રોલના ભાવ (Petrol Price in India) આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલના ભાવ (Petrol Price) વધીને રૂપિયા 90ને આંબી ગયા છે. જેને લઈને લોકો ભારોભાર નારાજ છે અને લાલઘુમ છે. ભાજપ (BJP) ના જ નેતાઓ પેટ્રોલના આ ભાવને લઈને પોતાની જ પાર્ટીની ટીકા કરવા લાગ્યા છે.
ભાજપના નેતા (BJP Leader) સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કરેલુ એક ટ્વિટ ટ્રેન્ડ (Twitter Trand) થઈ રહ્યું છે. આ ટ્વિટ (Tweet) માં તેમણે કહ્યું હતું કે, 90 રૂપિયાનું પેટ્રોલ, ભારત સરકાર (Indian Government) દ્વારા ભારતના લોકોના શોષણનું મોટું ઉદાહરણ.
તેમણે કહ્યું હતું કે, રૂપિયા 90માં પેટ્રોલની કિંમત રિફાઈનરીમાં તો 30 રૂપિયે જ લિટર હોય છે. ત્યાર બાદ દેશના જુદા જુદા પેટ્રોલ પંપ કમિશન અને અન્ય ખર્ચ 60 રૂપિયા થઈ ગયા. મારા હિસાબે પેટ્રોલની વધુમાં વધુ કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર હોવી જોઈએ. અત્યાર સુધીમાં જ ટ્વિટર પર 18.5 હજાર રિટ્વીટ, 81 હજાર લાઈક્સ અને 3800 કોમેંટ્સ મળી છે.
અન્ય એક ટ્વિટમાં તેમણે એક સમાચારપત્રની લિંક શેર કરતા કહ્યું છે કે, ઈંધણની કિંમત ઘટવાની કઈ રીતે અર્થતંર પર તેની સકારાત્મક અસર થાય છે. ટ્વિટર યૂઝર્સ તેમના ટ્વિટ પર એક થી એક કોમેન્ટ કરે રહ્યાં છે. એક યૂઝરે લખ્યું હતું કે, ભક્તોને સમજાતુ જ નથી કે કોનું સમર્થન કરવામાં આવે.
2012માં પેટ્રોલની કિંમત જ્યારે 67 રૂપિયા પ્રતિ લિટર પહોંચી હતી તો ભાજપે તેનો ભારે વિરોધ કર્યો હતો. આ સમયે બોલિવૂડના અનેક સેલિબ્રિટીએ પણ ટ્વિટ કર્યા હતાં. આ સેલેબ્રિટીના જુના ટ્વિટ પણ હાલ ટ્રેન્ડ કરી રહ્યાં છે.