પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ટીમના નવ ખેલાડી કોરોના ગ્રસ્ત બન્યા હતા પરંતુ હવે ધીમે ધીમે ટીમ સેટ થઈ રહી છે. પાકિસ્તાની ટીમ ક્વિન્સટાઉનમાં મેચ રમવા જાય તે અગાઉ ટીમના તમામ ખેલાડી અને સપોર્ટ સ્ટાફના ટેસ્ટ કરાવાયા હતા જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ ટીમ હવે કોરોન્ટાઇનમાંથી બહાર નીકળીને ક્રિકેટના મેદાન પર જોવા મળશે. જોકે આ માટે ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલય તરફથી મંજૂરી આવવાની બાકી છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે અગાઉ પાકિસ્તાની ટીમના કેટલાક સદસ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેમને મેદાન પર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

12 મા દિવસે તમામ ખેલાડી અને સપોર્ટ સ્ટાફના સદસ્યોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ પાંચમી વાર કરાવવામાં આવ્યો હતો. હવે આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળશે એટલે ટીમ કોરોન્ટાઈનમાંથી બહાર આવશે અને ક્વિન્સટાઉન રવાના થશે.
પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી20 અને ટેસ્ટ સિરીઝ રમે તે અગાઉ ક્વિન્સટાઉનમાં પ્રેક્ટિસ મેચ રમનારી છે. બંને ટીમ વચ્ચે 18મી ડિસેમ્બરથી ત્રણ મેચની ટી20 સિરીઝનો પ્રારંભ થશે અને ત્યાર બાદ બંને ટીમ 26મી ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ટીમના જે ખેલાડીઓ પોઝિટિવ આવ્યા હતા તેઓ હજી પણ નેગેટિવ રિપોર્ટ આવે ત્યાં સુધી કોરોન્ટાઈનમાં જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here