વિદેશી રોકાણકારોની એકધારી નવી લેવાલી સહિતના અન્ય સાનુકુળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીની ચાલ અકબંધ રહેવાની બીજી તરફ રોકાણકારોની સંપત્તિ (બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન) વધીને રૂ. 181.61 લાખ, કરોડની વિક્રમી ટોચે પહોંચી ગઇ હતી.

અમેરિકા, યુરોપના દેશોમાં કોરોના સંક્રમણમાં વધારો થવા છતાંય વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં સતત નવું ભંડોળ ઠાલવવામાં આવી રહ્યું છે. નવા સપ્તાહમાં આજે બીજા દિવસે પણ તેઓએ ભારતીય શેરબજારમાં રૂ. 2910 કરોડની ખરીદી કરી હતી.

ડોલર સામે રૂપિયાની મજબૂતાઇના પગલે બજારમાં તેજી

આ ઉપરાંત કોરોનાના વધતા કેસોની ઝડપ ઘટવાની બીજી તરફ કોરોના વેકિસનની તડામાર તૈયારીઓ અને નવા વર્ષમાં ભારતમાં ફાઇવ-જી નેટવર્ક શરૂ થવાની સંભાવનાના અહેવાલો તેમજ ડોલર સામે રૂપિયાની મજબૂતાઇના પગલે બજારની તેજીની ચાલને વેગ સાંપડયો હતો.

આ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલી પાછળ સેન્સેકસ ઇન્ટ્રાડે વધી 45742ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી પાછો પડયો હતો.

શેર

જો કે, પાછળથી નવી લેવાલી નીકળતા કામકાજના અંતે તે 181.54 પોઇન્ટ વધીને 45608.51 ની નવી ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇ ખાતે પણ નવી લેવાલીએ નિફટી ઇન્ટ્રાડે 13435.45 ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે 37.20 પોઇન્ટ વધીને 13392.95 ની વિક્રમી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.સેન્સેકસમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિ (બીએસઇ માર્કેટ કેપ) વધીને રૂ. 181.61 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઇ હતી. તેજીના માહોલ વચ્ચે આજે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 2640 કરોડની વેચવાલી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here