ફેમસ સાઉથ એક્ટ્રેસ અને વીજે ચિત્રા બુધવારે સવારે એક હોટેલ રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી. શરૂઆતની તપાસમાં આ સુસાઇડનો કેસ જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વીજે ચિત્રાએ મોડી રાતે શુટિંગ કર્યુ હતુ. શુટિંગ બાદ તેણે પોતાના હોટેલ રૂમમાં ચેક ઇન કર્યુ હતુ. પરંતુ પછીથી હોટલના રિસેપ્શનિસ્ટને તે મૃત હોવાની જાણકારી મળી અને તેણે તરત જ આ અંગે પોલીસને જાણ કરી.

ચિત્રાના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

વીજે ચિત્રા સીરિયલ પાંડિયન સ્ટોર્સ માટે જાણીતી છે, તે લાંબા સમયથી આ સીરિયલમાં મુલઈનું પાત્ર ભજવી રહી હતી, તેમની લોકપ્રિયતા તે સિરિયલને કારણે એટલી વધુ હતી કે તમામ તેમને મુલઈના રૂપમાં યાદ રાખતા હતા. પરંતુ હવે આ શ્રેષ્ઠ અભિનેત્રી વીજેનું નિધન થયું છે. તેમના જવાથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઓગસ્ટમાં થઇ હતી સગાઇ

શરૂઆતની તપાસમાં જરૂર આ સુસાઇડ કેસ જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. જણાવી દઇએ કે ચિત્રાનો પરિવાર ચેન્નઇમાં રહે છે. તેણે આ વર્ષે જ ઓગસ્ટમાં બિઝનેસમેન હેમંત રવિ સાથે સગાઇ કરી હતી.

સાઉથ

તેવામાં ચિત્રાનું સુસાઇડ જેવુ પગલુ સૌકોઇ માટે ચોંકાવનારુ છે. હજુ સુધી ચિત્રાના પરિવાર તરફથી કોઇ પ્રતિક્રિયા સામે નથી આવી. હેમંત તરફથી પણ હજુ સુધી કોઇ નિવેદન નથી આવ્યુ.

જણાવી દઇએ કે વર્ષ 2020માં એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી સતત માઠા સમાચારો મળી રહ્યાં છે. અનેક ઉમદા સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલીવુડથી લઇને ટોલીવુડ સુધી અનેક સ્ટાર્સનું નિધન થયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here