ઓનલાઈન અને ડિજીટલ બેન્કિંગના આ સમયમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. એક ઈન્ટરનેટ સિક્યોરિટી રિસર્ચરના હવાલાથી આ વાત સામે આવી છે કે ડાર્ક વેબ પર 70 લાખથી વધુ ભારતીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોના વ્યક્તિગત ડેટા લીક થયો છે.નોંધનીય છે કે લીક થયેલી ડિટેલ્સમાં યૂઝર્સના નામ, ફોન નંબર, ઈમેલનું એડ્રેસ, નિયુક્તનું ફોર્મ અને વાર્ષિક આવક સહિત સામેલ છે.એક અહેવાલ અનુસાર સિક્યોરીટી રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ આ દાવો કર્યો છે.

ક્રેડિટ કાર્ડ ધારકોના ફોન નંબરની ડિટેલ્સ થઈ લીક

સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો

રાજાહરીયાએ જણાવ્યું હતું કે, ડેટા 2010 અને 2019 ની વચ્ચેના સમયગાળા સાથે સંબંધિત છે, જે સ્કેમર્સ અને હેકર્સ માટે ખૂબ મૂલ્યવાન હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર આશરે 2જીબીના લીક થયેલા ડેટાબેસમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે યુઝર્સનું એકાઉન્ટ કયા પ્રકારનું છે અને તેણે મોબાઇલ એલર્ટ પર તેને સ્વિચ કર્યુ છે કે નહી. ન્યૂઝ એજન્સી આઇએએનએસ અનુસાર રાજાહરિયાએ જણાવ્યું કે, આ ડેટા 2010 અને 2019 વચ્ચેનો છે જેનો ફાયદો સ્કેમર અને હેકર્સ ઉઠાવી રહ્યાં છે.

જેનો ફાયદો સ્કેમર અને હેકર્સ ઉઠાવી રહ્યાં છે

તેમણએ કહ્યું કે, આ આર્થિક ડેટા છે તેથી તે હેકર્સ અને સ્કેમર્સ માટે ખૂબ જ લાભકારક છે તે તેની મદદથી યુઝર્સને લઇને અનેક પ્રકારના એટેક કરી શકે છે. તેમણે સાથે જ જણાવ્યું કે લીક થયેલા વિવરણોમાંકાર્ડ નંબર સામેલ ન હતા. રાજાહરિયાએ જણાવ્યું કે, આ લીક થર્ડ પાર્ટીના માધ્યમથી થયુ હશે જેની સાથે બેન્કે ક્રેડિટ/ ડેબિટ કાર્ડ વેચવા માટે કરાર કર્યો હશે. રાજાહરિયાએ જણાવ્યું કે આશરે પાંચ લાખ કાર્ડ ધારકોનાના પેન નંબર પણ લીક થયેલા ડેટામાં સામેલ હતા.

આશરે પાંચ લાખ કાર્ડ ધારકોનાના પેન નંબર પણ લીક થયેલા ડેટામાં સામેલ

જો કે તે સ્પષ્ટ થઇ શક્યુ નથી કે 70 લાખ યુઝર્સનો ડેટા વાસ્તવિક હતો કે નહી. ઇન્ટરનેટ રિસર્ચરે કેટલાક યુઝર્સના ડેટાની તપાસ કરી છે અને તેમાં લીક થયેલો ડેટા સચોટ હોવાનું જાણવા મળ્યું છે. રાજાહરિયાએ આશંકા વ્યક્ત કરી છે કે, મને લાગે છે કે કોઇએ ડાર્ક વેબ પર આ ડેટા/લિંકને વેચી અને પછી તે જાહેર થઇ ગયો. નાણાકીય માહિતી ઇન્ટરનેટ પર સૌથી મોંઘો ડેટા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here