કોરોના મહામારીની વચ્ચે અમદાવાદ શહેર માટે સારા સમાચાર આવ્યા છે. 270 દિવસ બાદ અમદાવાદ શહેરમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીના કેસ ઘટતા મંગળવારે પહેલો એવો દિવસ પસાર થયો છે જયારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવુ એકપણ સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવુ પડયું નથી. અમદાવાદ શહેરમાં હવે માત્ર 196 સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ રહેવા પામ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે શહેરના કુલ 238 માઈક્રો કન્ટેઈન્મેન્ટ સ્થળમાંથી એક સાથે 42 સ્થળમાં કોરોના કેસનું સંક્રમણ ઘટતા તમામ 42 સ્થળમાં મુકવામાં આવેલા નિયંત્રણ દુર કરવાનો નિર્ણય કર્યો છે.

મંગળવારે પહેલો એવો દિવસ પસાર થયો

જે 42 સ્થળને નિયંત્રણ મુકત કર્યા છે એમાં દક્ષિણ ઝોનના 13 સ્થળનો સમાવેશ થાય છે. ઉત્તર ઝોનના બે સ્થળ, પશ્ચિમ ઝોનના પાંચ સ્થળ, પૂર્વ ઝોનના આઠ સ્થળ, દક્ષિણ-પશ્ચિમ ઝોનના આઠ સ્થળ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના છ સ્થળનો સમાવેશ થાય છે.

કલસ્ટર કન્ટેઈનમેન્ટથી શરૂઆત થઈ હતી

અમદાવાદ શહેરમાં માર્ચ મહિનામાં પહેલો કેસ નોંધાયા બાદ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઈટ દ્વારા આવતા મુસાફરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ મળી આવે એ વિસ્તારને કલસ્ટર કન્ટેઈન્મેન્ટ કરવામાં આવતો હતો.

પોઝિટિવ મળી આવે એ વિસ્તારને કલસ્ટર કન્ટેઈન્મેન્ટ કરવામાં આવતો

બાદમાં એપ્રિલ મહિનામાં કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા મુલાકાતે આવી હતી.જયાં ઓછામાં ઓછા ત્રણ કે પાંચ કોરોના પોઝિટિવ કેસ હોય એ સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવાની સુચના આપવામાં આવતા અમદાવાદ શહેરના વિવિધ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની શરૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here