નરેન્દ્ર મોદીએ મંગળવારે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ભાજપના લાંબા સમય સુધી સાથી રહેલા અકાલી દળના પ્રમુખપદે લાંબો સમય રહેનારા બાદલે ૯૨ વર્ષ પૂરા કર્યાં છે. કૃષિ કાયદાના વિરોધમાં અકાલી દળે જૂન મહિનામાં જ ભાજપનો સાથ છોડયો છે.

મોદીએ બાદલને કરી આ વિનંતી
ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મોદીએ જન્મદિનના બહાને ફોન કરીને ખેડૂતોના આંદોલનનો સુખદ ઉકેલ લાવવા માટે બાદલને મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. પંજાબના ખેડૂતો આંદોલનમાં મોખરે છે અને તેમના કારણે જ ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે.
મોદીએ બાદલ સાથેની વાતચીતમાં લઘુત્તમ ટેકાન ભાવ (એમએસપી)ને કાનૂની જોગવાઈ બનાવવા કૃષિ કાયદામાં સુધારો કરવાની તૈયારી બતાવી. ખેડૂતો આ વાત સ્વીકારીને આંદોલન સમેટી લેવા માટે તૈયાર થાય એ માટે સમજાવટ કરવા મોદીએ બાદલને વિનંતી કરી હોવાનો સૂત્રોનો દાવો છે.
ખેડૂત આગેવાનો સાથે વાત કરવાની તૈયારી બતાવી છે પણ ખેડૂતો તેમની વાત માનશે એવી ખાતરી નથી આપી. બાદલ પહેલાં જ ત્રણેય કૃષિ કાયદાને નાબૂદ કરવા મોદીને વિનંતી કરી ચૂક્યા છે.