મોદી સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે બુધવારે છઠ્ઠા તબક્કાની બેઠક પહેલાં બુધવારે અમિત શાહે ખેડૂત આગેવાનોને મળવા બોલાવ્યા. આ બેઠકમાં કશું નક્કર થયું નહીં પણ ખેડૂત આગેવાનોએ શાહને અહેસાસ કરાવી દીધો કે તેમની એકતાને તોડવી મુશ્કેલ છે. શાહે ભાગલા પાડવાની નીતિ અપનાવીને પહેલાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશસિંહ ટિકૈત સહિત યુપીના સંગઠનોના પાંચ નેતાને મળવા બોલાવ્યા હતા. ટિકૈતે ઈન્કાર કરી દેતાં છેવટે શાહે બીજા ખેડૂત આગેવાનોને પણ બોલાવવા પડયા.

ઉત્તર પ્રદેશમાં આંદોલન ન પ્રસરે તેની ભાજપને ચિંતા

ભાજપ સૂત્રોના મતે, મોદીને પંજાબ-હરિયાણામાં ખેડૂત આંદોલનની બહુ ચિંતા નથી પણ ઉત્તર પ્રદેશમાં આ આંદોલન ના પ્રસરે તેની ચિંતા છે. ઉત્તર પ્રદેશ ભાજપનો ગઢ બની ચૂક્યો છે.

ખેડૂત આંદોલનના કારણે આ ગઢને અસર ના થાય એવું મોદી ઈચ્છે છે. યુપીમાં કૃષિ કાયદા પસાર થયા પછી તરત આંદોલન શરૂ નહોતું થયું પણ પંજાબના ખેડૂતોએ દિલ્હી જવાનું એલાન કર્યું પછી ટિકૈત પણ મેદાનમાં આવી ગયા. ટિકૈતને મનાવી લેવાય તો યુપીમાં આંદોલન પતી જાય તેથી શાહે પાસો ફેંક્યો પણ ટિકૈત ના માન્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here