સંતરામપુર બાયપાસ ઉપરથી પસાર થતી એક કારની પોલીસે તપાસ કરતાં તેમાંતી અંદાજિત રૂપિયા એક કરોડની કિંમતની 200 કિલો ચાંદીનો જંગી જથ્થો ઝડપાયો હતો. સંતરામપુર પોલીસે બે આરોપી તેમજ ચાંદીનો જથ્થો ઝડપી અમદાવાદના બે વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજે બપોરે સંતરામપુર પોલીસ બાયપાસ મીરા હોસ્પિટલ પાસે નાકાબંધીમાં હતી. તે દરમિયાન દાહોદ-ઝાલોદ તરફથી આવતી કારના ચાલકે પોલીસને જોઈ પરત ફરી જવાનો અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે શંકાસ્પદ કારને પીછો કરી ઝડપી પાડી હતી.

આ કારમાંતી બે વ્યક્તિઓ મળ્યા હતા. તેઓની પુછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા. જેથી પોલીસે કારમાં તપાસ કરતાં સીટની નીચે તેમજ બેગોમાંથી એક કરોડની કિંમતની 200 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો.

સંતરામપુર પોલીસે ચાંદીનો જથ્થો તેમજ કાર જપ્ત કરી હતી. તપાસ કરતાં બન્ને વ્યક્તિઓ અમદાવાદ નારણપુરામાં રહેતા અને માણેક ચોકમાં દુકાન ધરાવતા વેપારીઓ પરાગ પ્રવિણ શાહ તેમજ અમરીશ શાંતિલાલ શાહ હોવાનું જણાતાં તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.about:blankabout:blankabout:blank

આજે ફરી નાકાબંદી દરમિયાન બસ્સો કિલો ચાંદી સાથે બે ઈસમોને ઝડપી પાડી પોલીસ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here