નિતી આયોગના સીઈઓ અમિતાભ કાન્તના એક નિવેદને ભારે વિવાદ જગાવ્યો છે. કાન્તે એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં કહ્યું કે, દેશને વૈશ્વિક સ્તરે ટકી રહે એવો સ્પર્ધાત્મક બનાવવા માટે સુધારા અનિવાર્યા છે પણ ભારતમાં વધારે પડતી લોકશાહી છે તેથી આકરા સુધારા લાગુ કરવા મુશ્કેલ છે. કાન્તે એવું પણ કહ્યું કે, આકરા સુધારા વિના ચીન સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે.

કાન્તની કોમેન્ટ સામે સોશિયલ મીડિયા પર ટીકાનો મારો ચાલ્યો

કાન્તની કોમેન્ટ સામે સોશિયલ મીડિયા પર ટીકાનો મારો ચાલ્યો છે. આડકતરી રીતે કાન્તે દેશમાં લોકશાહી નહીં પણ સરમુખત્યારશાહીની તરફેણ કરી હોવાની ટીકા થઈ રહી છે. કાન્તની ગણના મોદીની નજીકના માણસોમાં થાય છે તેથી કાન્ત વાસ્તવમાં તો મોદીના વિચારોનો પડઘો જ પાડી રહ્યા છે એવી ટીકા પણ થઈ રહી છે.

કાન્તે

વાસ્તવમાં કાન્ત મોદીનાં વખાણ કરવા ગયા તેમાં લોચો થઈ ગયો. કાન્તે એવું કહેલું કે, આકરા સુધારા કરવા માટે રાજકીય ઈચ્છાશક્તિની જરૂર પડે ને આ સરકારે આ ઈચ્છાશક્તિ બતાવી છે. અતિ ઉત્સાહમાં તેમણે દેશની લોકશાહીની ટીકા કરી નાંખી તેમાં ભરાઈ ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here