મોદી સરકારે કૃષિ કાયદા પરત ખેંચવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. જો કે કાયદામાં કેટલાક સંશોધનો માટે તૈયારી બતાવી છે. ખેડૂતોએ કૃષિ કાયદામાં અનેક ખામીઓ ગણાવી હતી. જેની સામે સરકારે હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે ખેડૂતોને કોર્ટમાં જવાનો અધિકાર હાલ ઉપલબ્ધ નથી તેને ફેરવીને અધિકાર સામેલ કરી શકે છે.પ્રાઇવેટ પ્લેયર માત્ર પાન કાર્ડના આધારે કામ કરી શકે છે. પરંતુ ખેડૂતોએ રજિસ્ટ્રેશનની માંગ કરી હતી. સરકાર આ શરત પણ માની શકે છે. આ ઉપરાંત પ્રાઇવેટ પ્લેયર્સ પર કેટલાંક ટેક્સ લાદવા પણ સરકાર માનતી દેખાઇ રહી છે. એમએસપી અને યાર્ડ સિસ્ટમમાં સરળતા માટે કેટલાક પરિવર્તન પણ થઇ શકે છે.

સરકાર માનતી દેખાઇ રહી છે

એમએસપી અને યાર્ડ સિસ્ટમમાં સરળતા માટે કેટલાક પરિવર્તન પણ થઇ શકે
- કોન્ટ્રાક્ટ ફાર્મિગમાં કોર્ટમાં જવાનો અધિકારી નથી તેને ફેરવીને અધિકારને કરી શકે સામેલ
- પ્રાઈવેટ પ્લેયરને માત્ર પાન કાર્ડ નહીં પરંતુ રજિસ્ટ્રેશનની માની શકે છે માંગણી
- પ્રાઈવેટ પ્લેયર્સ પર કેટલાંક ટેક્સ લાદવા પણ સરકાર તૈયાર
- એમએસપી- યાર્ડ સિસ્ટમમાં સરળતા માટે થઈ શકે કેટલાક ફેરફાર
શું આંદોલન થશે પૂર્ણ!
તેર ખેડૂત આગેવાનો સાથે શાહની બે કલાક બેઠક ચાલી હતી. બેઠક બાદ ખેડૂત આગેવાન હનન મુલ્લાએ જણાવ્યુ હતુ કે સરકારના પ્રસ્તાવ પર સિંધુ બોર્ડર પર બેઠક કરવામા આવશે. બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર વિચાર કરીને આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં રાકેશ ટિકૈત.. ગુરૂનામસિંહ ચઢૂની.. હનન મુલ્લા.. શિવકુમાર કક્કા.. બલવીરસિંહ રાજેવાલ.. રૂલદુસિંહ માનસા.. મંજીતસિંહ રાય.. બુટાસિંહ.. હરિંદરસિંહ લખોવાલ.. દર્શન પાલ.. કુલવંતસિંહ સંધૂ… બોધસિંહ માનસા.. જગજીતસિંહ ઢલેવાલ સામેલ હતા.મહત્વનુ છે કે સરકાર સાથે ખેડૂતોની પાંચ બેઠક અનિર્ણિત રહી ચૂકી છે. આજે છઠ્ઠી બેઠક યોજાવાની હતી. જો કે તે બેઠક હવે લટકી ગઇ છે.