આરટીઓની જટીલ કાર્યપદ્ધતિથી પરેશાન નાગરિકો છેવટે એજન્ટોના શરણમાં જાય છે. આ કારણે આરટીઓમાં લોન પૂરી થતાં અથવા તો નામ ટ્રાન્સફર થઈ જવાથી નક્કામી બનેલી વાહનની આર.સી. બૂક (સ્માર્ટ કાર્ડ) સ્ક્રેપ એટલે કે ભંગાર થઈ જાય છે. આવી સ્ક્રેપ આર.સી. બૂક મેળવી લઈને તેનો ડેટા બદલી નાંખીને ડમી આરસી બૂક બનાવવાનું કૌભાંડ ચલાવાતું હતું.

આર.સી. બૂક મેળવી લઈને તેનો ડેટા બદલી નાંખીને ડમી આરસી બૂક બનાવવાનું કૌભાંડ

અમદાવાદ જિલ્લાની વિઠ્ઠલાપુર પોલીસે અમદાવાદના સુભાષબ્રિજ અને મહેસાણા આરટીઓ કચેરીના બે એજન્ટ અને મહેસાણાના એક વેપારીને ઝડપી લીધાં છે. આ ગેંગ અનેક જિલ્લામાં આરસી બૂક કૌભાંડ ચલાવતી હોવાની આશંકા વચ્ચે વધુ પોલીસ તપાસ ચાલી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા આર.ટી.ઓ.એ કાઢેલી આર.સી. બૂકની ડમી આર.સી. બૂક બનાવતી કૌભાંડને અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશને પકડી પાડયું છે.

આર.સી. બૂકની ડમી આર.સી. બૂક બનાવતી કૌભાંડને અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશને પકડી પાડયું

અમદાવાદ આર.ટી.ઓ.માં ફેસલેસ સિસ્ટમ આવ્યા પછી વાહનના એચ.પી. (લોન હાઈપોથિકેશન) કેન્સલ, ટ્રાન્સફર થઈ જાય તે પછી આર.સી. બૂક (સ્માર્ટ કાર્ડ) નકામું થઈ જાય છે. આવા સ્ક્રેપ આર.સી. બૂક કાર્ડને માત્ર 20-25 રૂપિયામાં ખરીદી લેવામાં આવતું હતું. આ કાર્ડ પરનો નામ સહિતનો ડેટા પાણી અને બ્લેડથી ભૂંસી નાંખવામાં આવતો હતો.

આરસી બૂક ખોવાઈ ગઈ હોય તેવા લોકો પણ શિકાર બને

આ પછી નામ, સરનામું, વાહન નંબર સહિતનો ડેટા બદલી નાંખી ડમી આર.સી. બૂક કાર્ડ તૈયાર કરી નાંખવામાં આવતું હતું. સ્ક્રેપ થઈ ગયેલા આર.સી. બૂક સ્માર્ટ કાર્ડને નવી વિગતો સાથે ડમી કાર્ડમાં તબદિલ કરી 3000થી 3500 રૂપિયા વસૂલતાં બે એજન્ટ સહિત ત્રણ લોકોને પકડી પાડવામાં આવ્યાં છે. પોલીસે 39 આર.સી. બૂક કાર્ડ સહિત કુલ 1224 સ્ક્રેપ આર.સી. બૂક કબજે કરી છે.વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એ. વાઘેલાએ જણાવ્યું કે, અમદાવાદના ઘોડાસરમાં રહેતા અને સુભાષબ્રિજ આર.ટી.ઓ. કચેરી ખાતે એજન્ટ તરીકે કામ કરતાં વિક્રમ ઉર્ફે વિકી રાધેશ્યામ પાટીદાર, મહેસાણાના આરટીઓ એજન્ટ ધર્મેન્દ્ર વિઠ્ઠલભાઈ પટેલ અને મહેસાણાના કોસ્મેટીક્સના વેપારી ચિરાગ સંજયભાઈ ચૌહાણને પકડી પાડવામાં આવ્યાં છે.

પોલીસે 39 આર.સી. બૂક કાર્ડ સહિત કુલ 1224 સ્ક્રેપ આર.સી. બૂક કબજે કરી

આ કૌભાંડમાં સ્ક્રેપ થયેલી આર.સી. બૂક વિક્રમ પાટીદાર 20-25 રૂપિયામાં ખરીદી લેતો હતો. ડમી આરસી બૂક બનાવવા માટે 3000થી 3500 રૂપિયામાં ગ્રાહક શોધી લાવી પોતાનું 1500 રૂપિયા કમિશન રાખી લેતો હતો. મહેસાણાનો ધર્મેન્દ્ર અમદાવાદના વિક્રમ ઉપરાંત અન્ય આરટીઓ એજન્ટ પાસેથી ડમી આરસી બૂકનું કામ મેળવીને ચિરાગને આપતો હતો. સ્ક્રેપ આરસી બૂકને કોરી કરી ચિરાગ ડમી આરસી બૂક કોમ્પ્યુટરમાં તૈયાર કરી આપતો હતો.

ત્રણ આરોપીએ એવી કેફીયત આપી છે કે, સપ્ટેમ્બર મહિનાથી આ કૌભાંડ ચાલુ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 300 ડમી આરસી બૂક સ્માર્ટ કાર્ડ બનાવી અપાયાં છે. જો કે, કુલ 1224 સ્ક્રેપ અને ડમી આરસી બૂક કાર્ડ કબજે થયાં હોવાથી આ કૌભાંડ વધુ વ્યાપક અને અન્ય જિલ્લા સુધી વિસ્તરેલું હોવાની શંકાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાહનોને સિઝર અને સેકન્ડ હેન્ડ વાહન વેચનાર ડમી આરસી બૂકનો ઉપયોગ કરી શકે છે

ટ્રાફિકના નિયમો કડક બન્યાં છે ત્યારે વાહનોની આરસી બૂક ફરજીયાત બની છે. પોલીસ તપાસ કરે ત્યારે વાહનના એન્જીન, ચેસીસ નંબરનું વેરીફિકેશન આરસી બૂક સાથે કરે છે. આ બધી બાબતો ધ્યાને લઈને કૌભાંડીઓએ સ્ક્રેપ થઈ ગયેલી આરસી બૂક (સ્માર્ટ કાર્ડ)માં ચેડાં કરી ડમી આરસી બૂક બનાવવાનો વેપલો શરૂ કર્યો હતો.

ડમી આરસી બૂક બનાવવાનો વેપલો શરૂ કર્યો

ડમી આરસી બૂકનો ઉપયોગ સિઝર અને સેકન્ડ હેન્ડ વાહન વેચનાર કરતાં હોવાની પોલીસને શંકા છે. આ ઉપરાંત જેમની આરસી બૂક ખોવાઈ ગઈ હોય તેા લોકોને પણ આ કૌભાંડી ગેંગ અને એજન્ટ શિકાર કરતાં હતાં. માત્ર 3000, 3500 રૂપિયા માટે આરટીઓએ કાયદેસર ઈસ્યૂ કરેલાં પણ સ્ક્રેપ થયેલા આરસી બૂક કાર્ડમાં ચેડાં કરી ડમી કાર્ડ બનાવવામાં આવતાં હતાં.

જે-તે વર્ષે કાર્ડ ઈસ્યૂ થયું હોય તે વર્ષના વાહનની વિગતો જ ફોર્મ નંબર 23 ઓનલાઈન જોઈને ડમી કાર્ડ બનાવવામાં આવતું હતું. કોઈપણ વાહનનું ડુપ્લિકેટ આરસી બૂક કાર્ડ કાયદેસર રીતે બનાવવા માટે આરટીઓ કચેરી પોલીસનો દાખલો માગે છે. આવી પળોજણમાં ન પડવું પડે એટલે બીજાને કામ સોંપતા લોકોએ ચેતવા જેવો આ કિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here