ગુજરાત (Gujarat)માં કોવિડ-19 (Covid_19)ના વેક્સિનેશન (Vaccination) માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સ (Task Force)ની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વેક્સીનેશન (Corona vaccination in Gujarat)ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે મળેલી કેબિનેટ મીટિંગ (Cabinet meeting) બાદ કોરોનાની રસી માટેનો ધમધમાટ શરૂ થયો છે. આજે કેબિનેટ મીટિંગમાં કોરોના વેક્સીન રોડમેપ (Vaccine Roadmap)ની સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોના વેક્સીનની રસી આપ્યા બાદ 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે વેક્સીન સેન્ટર પર 3 અલગ – અલગ રૂમ હશે. વેક્સિન સેન્ટર પર વેઈટિંગ રૂમ, વેક્સીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ બનાવવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં જિલ્લા વાઈસ તાલુકાના વેક્સીનેશન સ્થળ પણ નક્કી કરાયા હોવાની માહિતી હાલ મળી રહી છે. વેક્સીન બાબતે જે તે લોકોને આપવાની હશે તેને SMSથી જાણ કરવામાં આવશે. હાલ કોરોનાની વેક્સીન માટે અધિકારી – કર્મચારીઓની ઓનલાઈન ટ્રેનિંગ શરૂ પણ કરી દેવામાં આવી છે.

એટલું જ નહીં, કોરોનાની રસી માટે ટાસ્ક ફોર્સેની રચના કરી જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2,189 કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વેક્સીનને લઈ ભારતના લોકો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આગામી કેટલાક અઠવાડીયામાં અહીં કેટલીક કોરોના રસીના ઉપયોગની ઈમરજન્સી મંજૂરી આપી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સીરમ ઈન્સટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકએ વેક્સીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી છે. વેક્સીનેશન માત્ર કેંદ્ર અથવા રાજ્ય સરકારની જ જવાબદારી નથી પરંતુ તેમાં સામાન્ય લોકોને પણ ભાગીદાર થવું પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના રસીને લઈ કેંદ્ર તરફથી રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશોના સહયોગથી તેના પર કામ કરી રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે કોરોના વેક્સીનના સ્ટોરેજ માટે વિવિધ કોલ્ડ સ્ટોરેજ શોધવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. અને માર્ચ મહિના સુધીમાં સેન્ટર પ્લાન્ટ ઉભા પણ કરી દેવામાં આવશે. તેના માટે કેટલીક મોટી ફૂડ કંપનીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે. જેથી દેશભરમાં કોઈ મુશ્કેલી વિના દરેક નાગરિક સુધી વેક્સીન પહોંચાડી શકાય. દેશમાં કોરોના કેસો ભલે થોડા ઘટ્યા હોય, પરંતુ કેટલાક રાજ્યો કોરોના સંક્રમણના ત્રીજા તબક્કો શરૂ થઈ રહ્યાના સંકેત મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષ પદે આજે યોજાયેલી સ્ટેટ સ્ટીયરીંગ કમિટીની મહત્વની બેઠકમાં વરિષ્ઠ સનદી અધિકારીઓ પંકજ કુમાર, મનોજ અગ્રવાલ, એ.કે.રાકેશ, નલિન ઉપાધ્યાય, વિનોદ રાવ, રાજકુમાર બેનિવાલ, મતી મનીષા ચંદ્રા, અશોક કાલરિયા, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, મુકેશ.એ.પંડયા, સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ મતી ડૉ. જયંતી રવિએ રાજયમાં વેક્સિનેશનના આયોજનની વિગતવાર માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here