દેશમાં કોરોના વેક્સિન (Corona Vaccine)ને લઈ સારા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર (Central Government) કોરોનાની રસીકરણ (Vaccination)ની પરવાનગી આપી શકે છે તેવા એક અહેવાલ મળી રહ્યા છે. જેથી કેટલીક કંપનીને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. કોરોના રસી કંપનીને વેક્સિનેશન માટે ટૂંક સમયમાં લાયસન્સ અપાશે. દેશની ત્રણ કંપનીએ મંજૂરી મળવાના સંકેત કેન્દ્ર સરકારે આપ્યા છે. ત્રણેય અથવા એક કંપનીને સરકાર કોરોના રસી માટે મંજૂરી આપશે. જેથી શરૂઆતના તબક્કામાં એક કરોડ લોકોને કોરોના વેક્સિન અપાશે. પહેલા ફ્રન્ટ લાઈનર કોરોના વોરિયર્સ (Front liner Corona Warriors)ને કોરોનાની રસી અપાશે.

બીજી બાજુ દેશમાં કોરોના વાયરસ વેક્સીન બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ઘણી ખરી વેક્સિનો ત્રીજા ફેઝમાં કામ કરી રહી છે તો કેટલીક સંશોધનમાં છે. કેન્દ્ર સરકાર દરેક ભારતીયને વેક્સીન (corona vaccine) આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. તેના માટે ભારતમાં રસીને સાચવવા માટે કોલ્ડ ચેનની જરૂર પડવાની છે. તેના માટે દરેક નાની-મોટી બાબત પર પ્રધાનમંત્રી કાર્યાલયની સીધી નજર છે

કોરોના રસીને લઈને તમામ અહેવાલો વચ્ચે લક્ઝમબર્ગની બી મેડિકલ સિસ્ટમ કંપની (b medical systems) ભારતમાં કોરોના વેક્સીનની સ્ટોરીજ માટે કોલ્ડ ચેઈન ફેસેલિટીનું નિર્માણ કરશે. કંપનીના CEO એલ પ્રોવોસ્ટે કહ્યું કે, દેશમાં આગામી વર્ષે માર્ચ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજ સેન્ટર સ્થાપિત કરી લેવાશે. તેનો પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીના CEO હાલ ભારતની મુલાકાતે છે. તેઓએ કહ્યું કે, લક્ઝમબર્ગથી ભારતમાં કોલ્ડ ચેન ફેસેલિટીની સુવિધા માટે ટેકનોલોજી સ્થળાંતર કરવા માટે આ મુલાકાત કરવામાં આવી છે. દેશમાં ગુજરાત એ રાજ્યોમાંથી એક છે, જ્યાં અમે તેનો પ્લાન્ટ લગાવવાના સાઈટની શોધ કરી રહ્યાં છે. જેથી એવું કહી શકાય કે દેશમાં કોરોના વેક્સિન સ્ટોરેજની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં માર્ચ સુધીમાં ગુજરાતમાં સ્ટોરેજ પ્લાન્ટ બનાવાશે અને ત્યારબાદ દરેક નાગરિકને રસી મળે તે માટે સરકારની તૈયારી દર્શાવી છે. હાલ દેશના વિવિધ સ્થળોને પસંદ કરીને વેક્સિન સ્ટોરેજ અને સપ્લાય ચેન પર કામ શરૂ કરવામાં આવ્યું છે. જેનું પ્રધાનમંત્રી કાર્યાલયથી સમગ્ર કામકાજ પર દેખરેખ રાખશે.

તો કંપનીના ડેપ્યુટી CEO જે.દોશીએ કહ્યું કે, અમે ભારતમાં કોલ્ડ ચેન ફેસેલિટીનું નિર્માણ કરીશું અને અમારું લક્ષ્ય માર્ચ 2021 સુધી એક સંસ્થા ઉભી કરવાનું છે. તેના માટે તેલંગાના અને મહારાષ્ટ્ર રાજ્ય અમારી સાથે સંપર્કમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here