છેલ્લા કેટલાક દિવસોથી કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ હરિયાણાના ખેડૂતોના હલ્લા બોલ બાદ સરકાર સાથેની વાટાઘાટો ચાલી રહી છે. જેમાં ભારતબંધના એલાન બાદ તાત્કાલિક અમિતશાહ પોતે મેદાનમાં આવીને 13 ખેડૂત અગ્રણીઓ સાથે મોડીરાત સુધી બેઠક કરી હતી. જે બાદ ખેડૂતોના સૂચનોને અમલમાં મુકતા સુધારાપ્રસ્તાવ ખેડૂતોને આજે મોકલ્યો છે. હાલમાં ખેડૂતો સરકારના આ સુધારા પ્રસ્તાવ બાબતે મનોમંથન કરશે.

સરકારનો પ્રસ્તાવ મળી ચૂક્યો, તેના પર ચાલશે મનોમંથન

ઓલ ઈન્ડિયા ખેડૂત સંગઠનના રાજારામ સિંહનું કહેવું છે કે તેમને સરકારનો પ્રસ્તાવ મળ્યો છે. સરકારે એમએસપી ચાલુ રાખવા, અને એપીએમસીને મજબૂત કરવા પ્રાઈવેટ કંપનીઓના રજીસ્ટ્રેશનની વાત કરી છે. સરકારના પ્રસ્તાવ ઉપર હવે ખેડૂતોની બેઠક કરવામાં આવશે. એપીએમસી એક્ટમાં બદલાવ, ફ્રી મંડીમાં સમાન ટેક્સ, વિવાદ તવા પર સ્થાનિય કોર્ટમાં જવાનો ભરોસો. પહેલા ફક્ત એસડીએમ પાસે જઈ શકતા હતા. ટ્રેડર્સ માટે રજીસ્ટ્રેશન સુવિધા, કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બદલાવ, ખેડૂતોની જમીનની સુરક્ષાનો ભરોસો સહિતની ખેડૂતોને સુધારો મળી શકે તેવી શક્યતા હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓની મુલાકાત થઈ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું હલ્લાબોલ ચાલુ છે. ગઈકાલે મોડી સાંજે મોડી સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓની મુલાકાત થઈ. સરકારે કૃષિ કાયદો પરત ખેંચવાનો ઈન્કાર કરી દીધો છે. ખેડૂત નેતા હનન મુલાના જણાવ્યું કે ગૃહ મંત્રીએ કૃષિ કાયદા પર કાલે લેખિત પ્રસ્તાવ આપવાનું આશ્વાસન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે સરકાર કાયદો પરત લેવા માટે તૈયાર નથી. આજે છઠ્ઠી બેઠક મળવાની હતી જે ટળી છે. કેન્દ્રીય કેબિનેટે બેઠક બોલાવી છે.

કૃષિ કાયદાને લઇને ખેડૂત આગેવાનોને પ્રસ્તાવ આપવામાં આવશે

કિસાન આંદોલનનો આજે ચૌદમો દિવસ છે. આજે સરકાર દ્વારા કૃષિ કાયદાને લઇને ખેડૂત આગેવાનોને પ્રસ્તાવ આપવામાં આવશે. આ પ્રસ્તાવ પર ખેડૂત આગેવાનો નિર્ણય લેશે. અમિત શાહે મંગળવારની ખેડૂતો સાથેની બેઠકમાં કૃષિ બીલ પાછા લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. તેર ખેડૂત આગેવાનો સાથે શાહની બે કલાક બેઠક ચાલી હતી. બેઠક બાદ ખેડૂત આગેવાન હનન મુલ્લાએ જણાવ્યુ હતુ કે સરકાર લેખિત પ્રસ્તાવ આપશે. આ પ્રસ્તાવ પર સિંધુ બોર્ડર પર બેઠક કરવામા આવશે. બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર વિચાર કરીને આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં રાકેશ ટિકૈત, ગુરૂનામસિંહ ચઢૂની, હનન મુલ્લા, શિવકુમાર કક્કા, બલવીરસિંહ રાજેવાલ, રૂલદુસિંહ માનસા, મંજીતસિંહ રાય, બુટાસિંહ, હરિંદરસિંહ લખોવાલ, દર્શન પાલ, કુલવંતસિંહ સંધૂ, બોધસિંહ માનસા, જગજીતસિંહ ઢલેવાલ સામેલ હતા. મહત્વનુ છે કે સરકાર સાથે ખેડૂતોની પાંચ બેઠક અનિર્ણિત રહી ચૂકી છે. આજે છઠ્ઠી બેઠક યોજાવાની હતી. જો કે તે બેઠક હવે લટકી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here