ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ જીવલેણ કોરોના વાયરસના કહેરમાં વધારો થયો છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં પણ કેસોમાં વધારો થવા જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે લાવવામાં આવે છે. સિવિલમાં એક દર્દી પાછળ ઓકિસજનનો ખર્ચ 24 કલાકમાં 1 હજાર 700 રૂપિયા કરવામાં આવે છે. એક દર્દી પાછળ સિવિલમાં 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ 24 કલાકમાં કરવામાં આવે છે.

એક દર્દી પાછળ સિવિલમાં 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ

એક દર્દી પાછળ સિવિલમાં 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ 24 કલાકમાં કરવામાં આવે છે

  • એક દર્દી પાછળ ૨૪ કલાકમાં ૧૦ હજારનો ખર્ચ
  • એક દર્દી પાછળ એક દિવસમાં ૧,૭૦૦ રૂ.નો આેક્સિજન
  • ભોજન, દવા અને માેંઘા ઈન્જેકશન દ્વારા સારવાર
  • સિવિલમાં રોજનો આશરે ખર્ચ એક કરોડ રૂપિયા
  • દર્દીઆેને ફ્રીમાં લાવવા માટે ટ્રાન્સપોર્ટ સેવા

ભોજનથી લઈ દવાનો સમાવેશ થાય છે

જેમા દર્દી માટે ભોજનથી લઈ દવાનો સમાવેશ થાય છે. અત્યારે  સિવિલ હોસ્પિટલમાં 500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એક અંદાજે રોજનો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાછળ 1 કરોડ જેટલો ખર્ચો થાય છે. ગયા મહિને એક કરોડ 32 લાખ રૂપિયા બિલ માત્ર ઓકિસજનનું ચૂકવવામાં આવ્યું હોવાનું સિવિલના સુપરિટેન્ડેન્ટ ડોક્ટર જેવી મોદીએ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here